ડીસા ના ગ્રીનપાર્ક શોપિંગની બાજુમાંથી બાઇકની ઉઠાંતરી...

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-04-24 11:14:07
  • Views : 246
  • Modified Date : 2022-04-24 11:14:07

 

ડીસાના ગ્રીન પાર્ક શોપિંગ ની બાજુમાં આવેલી ગલી માંથી કોઈ અજાણ્યા શખ્સ મોટરસાયકલની ઉઠાંતરી કરી પલાયન થઈ જતાં. ડીસા ઉત્તર પોલીસ મથકે અજાણ્યા શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે...

 

બનાસકાંઠા જિલ્લામાં વાહન ચોરીની ગેંગ સક્રિય થઇ ગઇ હોય તેમ એક પછી એક વાહનોની ઉઠાંતરી ની ઘટનાને અંજામ આપી રહી છે. બનાસકાંઠા જિલ્લામાં વાહનોની ઉઠાંતરી ની ઘટના સામે આવતા પોલીસ સામે પણ અનેક સવાલો ઊભા થવા પામ્યા છે.. ત્યારે આજે વધુ એક મોટરસાયકલની ઉઠાંતરી ની ઘટના સામે આવતા ડીસા ઉત્તર પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ છે.. ડીસાના બેકરી કુવા વોહળા વિસ્તાર ખાતે રહેતા હરેશભાઈ કાંતિભાઈ નાઈ.અને નાઈકામ નો ધંધો કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. પોતાનું મોટરસાયકલ નંબર GJ-08-BQ-2761 જેની કિંમત 30 હજાર નું લઈ ડીસા ગાયત્રી મંદિર નજીક આવેલ ગ્રીન પાર્ક શોપિંગ માં સ્ટાઇલીસ હેર સલૂન દુકાન હોવાથી તે પોતાનું મોટર સાઇકલ લઈ દુકાને ધંધા અર્થે આવતા હતા.તા.15042022 ના રોજ પોતાનું મોટરસાયકલ લઈ રાજ મંદિર નજીક આવેલી ગ્રીન પાર્ક શોપિંગ ની બાજુની ગલીમાં પાર્ક કરી અને પોતાની સ્ટાઇલીસ હેર સલૂન ની દુકાનમાં ગયેલ જે બાદ બપોરે પોતાનું બાઇક લઇને ઘરે જમવા ગયેલા તે બાદ જમીને પોતાનું મોટર સાઇકલ ગ્રીન પાર્ક શોપિંગ ની ગલીમાં પાર્ક કરેલ જે બાદ 2 વાગ્યા ના આસ પાસ પોતાનું  મોટર સાઈકલ જે જગ્યા એ પાર્ક કરેલ તે જગ્યાએ જોવા મળેલ નહિ જે બાદ આજુબાજુ તપાસ કરતા મોટરસાયકલ ની કોઈ ભાળ મલીઆવેલ નહિ જે બાદ પોતાના મોટર સાઇકલ નબર

GJ-08-BQ-2761 જેની કિંમત 30 હજાર ની કોઈ ચોર શખ્સ ચોરી કરી ગયેલ તેવું જાણવા મળતા હરેશભાઈ કાંતિભાઈ નાઈ એ ડીસા ઉતર પોલીસ મથકે અજાણ્યા શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે...

Download Our B K News Today App



Related News