ડીસાના બુરાલ ગામ નજીક પીક-અપ ડાલુ પલટી સર્જાયો અકસ્માત : 10 થી વધું લોક ઈજાગ્રસ્ત થતાં સારવાર અર્થે ખસેડયા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-03-22 11:50:14
  • Views : 243
  • Modified Date : 2022-03-22 11:50:14

ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી માર્ગ અકસ્માતોના બનાવોમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે ખાસ કરીને વાત કરવામાં આવે તો ડીસા તાલુકામાં છેલ્લા એક અઠવાડિયામાં અનેક નાના-મોટા અકસ્માતો સર્જાય છે જેમાં અત્યાર સુધી અનેક લોકો ઈજાગ્રસ્ત પણ થયા છે ત્યારે આવો જ એક વધુ અકસ્માત ડીસા તાલુકાના બુરાલ ગામ નજીક જવા પામ્યો હતો જેમાં ડીસાના ટેકરા વિસ્તારમાંથી  રસોડા માટે મજુર ભરી રસોડા નું કામ પતાવી પરત ડીસા તરફ આવી રહ્યા હતા તે સમયે બુરાલ નજીક અચાનક ડ્રાઇવર સ્ટીયરીંગ પરથી કાબુ ગુમાવી દેતા પીક-અપ ડાલુ રોડ પર પલટી ખાઈ જવા પામ્યું હતું આ અકસ્માતમાં પીક અપ ડાલામાં સવાર ૧૦ લોકોને રોડ પર પટકાતા ગંભીર ઈજાઓ થવા પામી હતી અકસ્માત સર્જાતા આજુબાજુના લોકો પણ તાત્કાલીક દોડી આવ્યા હતા અને તમામ ઇજાગ્રસ્તોને સારવાર અર્થે પાંથાવાડા ખાતે ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેમની હાલત વધુ ગંભીર હોવાના કારણે વધુ સારવાર અર્થે ડીસા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા ડીસા ખાતે આ તમામ મજુરોને સારવાર અર્થે આવતા ની સાથે જ તેમના પરિવારના લોકો પણ તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા જ્યાં તેમને સારવાર આપ્યા બાદ વધુ સારવાર અર્થે ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડયા હતા

Download Our B K News Today App



Related News