કુમકુમ સ્વામિનારાયણ મંદિરમાં આ વર્ષે હરિભક્તો વિના જ ફુલદોલોત્સવનું આયોજન, ઓનલાઈન દર્શન કરી શકાશે.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-03-27 16:24:28
  • Views : 240
  • Modified Date : 2021-03-27 16:24:28

    કોરોનાની મહામારીના કારણે આ વર્ષે ગુજરાત સરકારે હોલિકા દહનના કાર્યક્રમને મર્યાદિત લોકોની ઉપસ્થિતિમાં મંજૂરી આપી. ત્યારે ધૂળેટીના પર્વની જાહેરમાં ઉજવણી પર પ્રતિબંધ મૂકી દીધો છે. ત્યારે અમદાવાદ-મહેમદાબાદ રોડ પર આવેલા કુમ કુમ સ્વામિનારાયણ મંદિર ખાતે આ વર્ષે ફુલદોલોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. હરિભક્તોની ગેરહાજરીમાં યોજાનારા આ ઉત્સવમાં ઓનલાઈન દર્શનનો લાભ લઈ શકાશે.આગામી 28 માર્ચે સ્વામિનારાયણ મંદિર કુમકુમ ગાદી સંસ્થાનના મહંત શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામીના સાનિંધ્યમાં હોળીની ઉજવણી કરાશે. જેમાં સવારે 8થી 8.15 વાગ્યા દરમિયાન ભગવાન સ્વામિનારાયણને હિંડોળામાં બિરાજમાન કરીને ધાળીથી અભિષેક કરવામાં આવશે. જ્યારે 29મી તારીખે ફુલદોલોત્સવનું આયોજન કરાયું છે.

    આ કાર્યક્રમમાં સવાર 8.30થી 9 વાગ્યા દરમિયાન સ્વામિનારાયણ ભગવાનને ગાર્ડનમાં હિંડોળામાં બિરાજમાન કરીને કેસુડાના જળથી રંગવામાં આવશે. કોરોનાની મહામારીના કારણે આ વર્ષે ઉત્સવ ઓનલાઈન જ ઉજવાશે. એવામાં હરિભક્તોને દર્શનનો ઓનલાઈન જ લાભ મળી રહેશે.

    કોરોના સંક્રમણ વધતાં રાજ્યમાં હોળી- ધૂળેટી ઉજવવા પર સરકારે પ્રતિબંધ ફરમાવ્યો છે. ત્યારે અમદાવાદ પોલીસ કમિશનરે શહેરમાં ધૂળેટીની ઉજવણી અંગે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આ જાહેનામા મુજબ જાહેરમાં આવતાં-જતાં રાહદારીઓ કે વાહનો કે મિલકતો પર રંગ ઉડાડી નહીં શકાય, કાદવ કિચડ કે રંગ મિશ્રિત પાણી અથવા અન્ય પદાર્થો ફેંકી નહીં શકાય. ધૂળેટીની રજાના દિવસે જાહેર ઉજવણી અને સામૂહિક કાર્યક્રમો પર પ્રતિબંધ મૂક્યો છે.


Download Our B K News Today App



Related News