રાજકોટમાં સતત બીજા દિવસે PGVCLના દરોડા.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-06-06 14:50:28
  • Views : 157
  • Modified Date : 2023-06-06 14:50:28

રાજકોટમાં સતત બીજા દિવસે PGVCLના દરોડાના (raid) પગલે વીજ ચોરોમાં ફફડાટ ફેલાયો છે. માધાપર, બેડીનાકા, સૈનિક સોસાયટી, ભોલેનાથ સોસાયટી નવરંગપરા, પોપટપરા, રેસકોર્સ સહિતના વિસ્તારોમાં PGVCLએ દરોડા પાડયા હતા. રાજકૃતિ એપાર્ટમેન્ટ, એક્ઝાનનગર, સખીયાનગર, વાંકાનેર સોસાયટી, બજરંગવાડી, શીતલ પાર્ક સહિતના વિસ્તારોમાં દરોડાની કાર્યવાહીથી વીજ ચોરોમાં ભયનો માહોલ જોવા મળ્યો. અલગ અલગ 33 ટીમ દરોડાની કાર્યવાહીમાં જોડાઈ છે. ગઈકાલે વિવિધ 99 કનેક્શનમાંથી PGVCLની ટીમે 28 લાખની વીજ ચોરી ઝડપી પાડી હતી. ત્યારે હજુ પણ વધુ વીજચોરી ઝડપાવાની શક્યતા છે.

Download Our B K News Today App



Related News