પેટ્રોલ અને ડીઝલના ભાવ પાંચ મહિનાની સૌથી નીચી સપાટીએ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-02-11 18:13:47
  • Views : 535
  • Modified Date : 2020-02-11 18:13:47

ચીનમાં કોરોના વાઇરસના કહેર વચ્ચે ક્રૂડ ઓઇલના ભાવ તૂટી રહ્યા છે. ક્રૂડ ઓઇલના ભાવ ઘટવાના કારણે ભારતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સતત ઘટાડો થઇ રહ્યો છે. ૧ર જાન્યુઆરી બાદ ભારતમાં એક મહિનામાં પેટ્રોલ પ્રતિલિટર રૂ. ૪ જેટલું સસ્તું થઇ ગયું છે.  પેટ્રોલમાં પ્રતિલિટર ૧૬ પૈસા સુધીનો ઘટાડો થતાં પેટ્રોલના અકિલા ભાવ પાંચ મહિનાની સૌથી નીચી સપાટીએ આવી ગયા છે. છેલ્લા છ દિવસથી પેટ્રોલ-ડીઝલના ભાવમાં સતત ઘટાડો થઇ રહ્યો છે. આજે દિલ્હીમાં પેટ્રોલના ભાવ પાંચ મહિનામાં પ્રથમ વખત ઘટીને પ્રતિલિટર રૂ. ૭ર ની નીચે પહોંચી ગયો છે અને આજે દિલ્હીમાં પ્રતિલિટર પેટ્રોલનો ભાવ રૂ.૭૧.૯૪ છે. ઇન્ડિયન ઓઇલની વેબસાઇટ અનુસાર દિલ્હીમાં આ અગાઉ ૧૩ સપ્ટેમ્બરે પેટ્રોલનો ભાવ પ્રતિલિટર રૂ. ૭૧.૮૯ હતો અને ૧૪ સપ્ટેમ્બરના રોજ પેટ્રોલના ભાવ રૂ. ૭૧.૯૭ હતો. એ જ રીતે આજે દિલ્હીમાં ડીઝલના ભાવમાં પ્રતિ લિટર ર૦ પૈસાનો ઘટાડો થઇને રૂ. ૬૪.૮૭ પર પહોંચી ગયો છે. મુંબઇ અને કોલકાતામાં પેટ્રોલના ભાવમાં પ્રતિલિટર ૧૬ પૈસાનો ઘટાડાના પગલે ભાવ અનુક્રમે રૂ. ૭૭.૬૦ અને રૂ. ૭૪.પ૮ પર પહોંચી ગયો છે, જયારે ચેન્નઇમાં પ્રતિલિટર ૧૭ પૈસાના ઘટાડાના પગલે પેટ્રોલનો ભાવ રૂ. ૭૪.૭૩ પર પહોંચી ગયો છે. ડીઝલમાં પણ મુંબઇમાં પ્રતિલિટર ૧૭ પૈસાનો ઘટાડો થતાં ભાવ રૂ. ૬૭.૯૧ પર પહોંચી ગયો છે, જયારે કોલકાતા અને તેન્નઇમાં ડીઝલનો ભાવ પ્રતિ લિટર ર૦ પૈસા ઘટતા ભાવ અનુકરમે રૂ. ૬૭.૧૯ અને રૂ. ૬૮ઉપ૦ પર પહોંચી ગયો છે. આમ તમામ ઓઇલ માર્કેટિંગ કંપનીઓ-આઇઓસી, બીપીસીએલ અને એચપીસીએલ દરરોજ સવારે ૬.૦૦ વાગ્યે પેટ્રોલ-ડીઝલના નવા ભાવ જાહેર કરે છે.

Download Our B K News Today App



Related News