ગાડી પાર્ક કરવા જેવી સામાન્ય બાબતમાં થયેલી માથાકૂટમાં કેફેમાં પેટ્રોલ છાંટી લગાડી આગ.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-12-02 18:42:19
  • Views : 103
  • Modified Date : 2023-12-02 18:42:19

અમદાવાદના જગતપુર રોડ પર આવેલા પટેલ કાફેમાં થયેલી સામાન્ય બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યુ. ફરિયાદી જયેશ પટેલના કેફે પાર્લરમાં મોડી રાત સુધી લોકો ખાણીપીણી માટે આવતા હોય છે. બે દિવસ પહેલા એક કારમાં અમુક યુવકો જમવા માટે આવ્યા હતા અને ગાડી મુકવા બાબતે પાર્લરના વેપારીઓ સાથે ઝઘડો થયો હતો. સમગ્ર મામલો પોલીસ મથક સુધી પહોંચ્યો હતો. જોકે બાદમાં સમાધાન થઈ જતા કોઈએ ફરિયાદ કરી ન હતી. જોકે બીજા જ દિવસે કાર લઈને કેફે પર આવેલા યુવકોએ ફરી આવીને કેફેમાં પેટ્રોલ છાંટી આગ લગાવી હતી.બપોરના સમયે રાજસ્થાન પાસિંગની ગાડીમાં અમુક શખ્સો કેફે પર આવી પહોંચ્યા હતા અને જોરજોરથી ગાળો બોલીને આગ લગાવી દીધી હતી. જે આગમાં લાખો રૂપિયાની ચીજ વસ્તુઓ બળીને ખાખ થઈ ગઈ હતી. આરોપીઓએ કેફેમાં રહેલા ગલ્લાનાં દોઢ લાખ રૂપિયા પણ લૂંટી લીધા હતા. જે બાદ તમામ ફરાર થઈ જતા સ્થાનિક વેપારીઓએ આગ પર કાબુ મેળવ્યા બાદ અંતે આ મામલે દિલીપસિંહ જોધા, સુરેન્દ્રસિંહ રાઠોડ, ભરતસિંહ રાઠોડ અને વિજેન્દ્રસિંહ રાજપુત નામના શખ્સો સામે ચાંદખેડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.

Download Our B K News Today App



Related News