પેટ્રોલ પંપ પર ફ્રીમાં મળે છે 12 સુવિધાઓ, ન મળે તો કાર્યવાહી કરી શકો છો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-07-20 12:14:16
  • Views : 1000
  • Modified Date : 2019-07-20 12:14:16

તમે પેટ્રોલ પંપ પર તો અવારનવાર પેટ્રોલ પુરાવવા જતા હશો પણ શું તમે જાણો છો કે પેટ્રોલ પંપ પર અમુક સુવિધાઓ પબ્લિકને ફ્રીમાં અપાય છે. માર્કેટિંગ ડિસિપ્લિન ગાઈડલાઇન્સ હેઠળ પેટ્રોલ પંપ માલિક જનતાને આ સુવિધાઓ આપવા બાધ્ય હોય છે. અને જો તેઓ આમ ન કરે તો તેમના વિરૂદ્ધ ફરિયાદ પણ થઈ શકે. આ ફરિયાદ પર પેટ્રોલ પંપનું લાઇસન્સ પણ રદ્દ થઈ શકે. અને તેણે દંડ પણ ભરવો પડી શકે છે. તો આજે અમે તમને જણાવીશું આ કઈ કઈ સુવિધાઓ છે જે પેટ્રોલ પંપ પર તદ્દન ફ્રીમાં મળે છે.સુવિધાઓ

1.દરેક પેટ્રોલ પંપ પર વાહનને ફ્રીમાં હવા ભરવાની સેવા અપાય છે, આ માટે માલિકે એર મશીન લગાવવું ફરજિયાત છે. સાથે જ હવા ભરનાર વ્યક્તિ પણ રાખવો પડે.

2.આમ જનતા માટે પાણી પીવાની વ્યવસ્થા હોવી જોઈએ. પેટ્રોલ પંપ પર આરો કે વૉટર કૂલર હોવું જોઇએ. પાણી માટે તેઓ પૈસા ન વસૂલી શકે.

3.વૉશરૂમની સુવિધા પણ હોવી જોઇએ. પેટ્રોલ પંપ પર વૉશરૂમ જવાના પૈસા વસૂલી ન શકાય. વૉશરૂમ તૂટેલું કે ગંદૂ હોય તો ફરિયાદ પણ કરી શકો.

4.ફ્રીમાં ફોન કૉલની સુવિધા પણ ઉપલબ્ધ હોય છે. ઈમરજન્સી કૉલ કે નેટવર્ક ઈશ્યુ હોય તો પેટ્રોલપંપ પર તમે ફ્રીમાં કોલ કરી શકો.

5.પેટ્રોલ પંપ પર ફર્સ્ટ એડ બૉક્સ રાખવું જરૂરી. લાઇફ સેવિંગ્સ દવાઓ અને મલમ-પટ્ટી હોવી જરૂરી. દવા જૂની કે એક્સપાયરી ડેટની હોય તો ફરિયાદ થઈ શકે.

6.ફાયર સેફ્ટી ડિવાઇસીસ અને રેતી ભરેલી બાલ્ટી રાખવી જરૂરી. પેટ્રોલ કે ડિઝલ ભરાવતી સમયે આગ લાગે તો કામ આવે.

7.પેટ્રોલ-ડિઝલ પૂરાવ્યાનું બિલ લેવાનો સંપૂર્ણ અધિકાર. પેટ્રોલ પંપ માલિક કે એજન્ટ બિલ આપવા પર ઈનકાર ન કરી શકે.

8.દરેક ગ્રાહકને પેટ્રોલ-ડિઝલની ક્વૉલિટી અને ક્વોંટિટી જાણવાનો પૂરો અધિકાર. આ માટે પેટ્રોલ પંપ માલિકોએ વ્યવસ્થા કરવી પડે.

9.પેટ્રોલ-ડિઝલની કિંમતોને ડિસ્પલે કરવી જરૂરી. આ કિંમત સાચી હોવી જોઈએ. વધારીને લખેલી કિંમતો પર ફરિયાદ થઈ શકે.

10.પેટ્રોલ પંપ પર ફરિયાદી બૉક્સ અને રજીસ્ટર હોવું જરૂરી, ગ્રાહક પોતાનો ફિડબેક આપી શકે.

11.પેટ્રોલ પંપ પર માલિક અને પેટ્રોલિયમ કંપનીનું નામ અને નંબર ટાંગવો જરૂરી. ઈમરજન્સીમાં ગ્રાહકો ગમે ત્યારે પેટ્રોલ પંપ માલિકનો સંપર્ક કરી શકે.

12.દરેક પેટ્રોલ પંપ પર તેના ખુલવા અને બંધ હોવાની નોટિસ હોવી જરૂરી.​​​​​​​ નોટિસમાં હૉલિ ડેની જાણકારી પણ હોવી જોઈએ.

આ સુવિધાઓ ફ્રીમાં ન મળે તો pgportal.gov સાઇટ પર ફરિયાદ કરી શકો

Download Our B K News Today App



Related News