રાજસ્થાનમાં પેટ્રોલની કિંમત 100ની નજીક, ભોપાલમાં 93.56 રૂપિયા અને મુંબઈમાં 92.98 રૂ. પ્રતિ લિટર ભાવ થયો.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-01-23 12:50:56
  • Views : 337
  • Modified Date : 2021-01-23 12:50:56

    પેટ્રોલ-ડિઝલના ભાવમાં થઈ રહેલો વધારો અટકવાનું નામ જ નથી લેતો. સરકારી ઓઈલ કંપનીઓએ શનિવારે એટલે કે 23 જાન્યુઆરીએ સતત બીજા દિવસે ઈંધણના ભાવમાં વધારો કર્યો છે. તેથી રાજસ્થાન પેટ્રોલની કિંમત રૂ. 100ની નજીક પહોંચી ગઈ છે. ભોપાલમાં લિટર દીઠ પેટ્રોલની કિંમત 93.56 અને મુંબઈમાં લિટર દીઠ પેટ્રોલની કિંમત રૂ. 92.28 થઈ ગઈ છે. જાન્યુઆરીમાં અત્યાર સુધીમાં પેટ્રોલ-ડિઝલના ભાવમાં 8 વખત વધારો થઈ ચૂક્યો છે. બીજી બાજુ દિલ્હીમાં 23 જાન્યુઆરી પેટ્રોલનો ભાવ રૂ. 85.70 અને ડિઝલનો ભાવ રૂ. 75.88 લિટર દીઠ થઈ ગયો હતો. ડિઝલના ભાવમાં 26 પૈસા અને પેટ્રોલના ભાવમાં 25 પૈસાનો વધારો થયો છે. આ પહેલાં શુક્રવારે પણ પેટ્રોલ-ડિઝલના ભાવમાં વધારો થયો હતો.

    સૂત્રોના જણાવ્યા પ્રમાણે રાજસ્થાનના ગંગાનગર વિસ્તારમાં પેટ્રોલની કિંમત રૂ. 97.50 લિટરદીઠ થઈ ગઈ છે. ડિઝલના ભાવ રૂ. 88.91 પ્રતિ લિટર થઈ ગયા છે. જયપુરમાં પેટ્રોલની કિંમત રૂ. 93.20 થઈ ગઈ છે. જો પેટ્રોલના ભાવ આ રીતે જ વધતા ગયા તો ટૂંક સમયમાં જ અહિં કિંમત રૂ. 100 થઈ શકે છે.

* મુખ્ય શહેરોમાં પેટ્રોલ-ડિઝલના ભાવ

શહેરનું નામપેટ્રોલ (રૂ. લિટરમાં)ડિઝલ (રૂ. લિટરમાં)
જયપુર93.2085.27
ભોપાલ93.5683.82
પટના88.1881.02
રાયપુર84.37

82.25

ચંદીગઢ82.5075.61
પાનીપત83.0975.77
અમૃતસર87.4378.17
ગાંધીનગર83.2181.90


Download Our B K News Today App



Related News