સરહદી વિસ્તારમાં કાનૂનના ધજાગરા સીધાંડા-સુઈગામ-વાવ હાઇવે પરની વિનાપરવાનગીએ ધમધમતી હોટલોમાં ડીઝલ-પેટ્રોલનો કાળો કારોબાર

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-07-07 11:24:59
  • Views : 393
  • Modified Date : 2019-07-07 11:24:59

સરહદી વાવ, સુઈગામ, સાંતલપુર તાલુકાઓ ભારત-
પાક આંતરરાષ્ટ્રીય સરહદ પર આવેલા છે. સરકાર દ્વારા આ સરહદી વિસ્તારો  ‘નોટિફાઇડ એરિયા' તરીકે જાહેર કરાયેલા છે, ગેજેટેડ ઓફિસરની
પરવાનગી સિવાય આ વિસ્તારમાં કોઈ પર પ્રાંતિય વ્યક્તિ રોકાઈ શકે નહીં તેવી જોગવાઈ હોવા છતાં સરહદી વિસ્તારોની હાઇવેની હોટલો
પર મોટાભાગે પરપ્રાંતિય લોકો ચલાવી રહ્યા છે, સરહદી
સીધાંડા-સુઈગામના કસ્ટમ રોડ પર ખુલ્લેઆમ વિના
પરવાનગીએ હોટલો ધમધમી રહી છે. જ્યારે સુઈગામ-વાવ, ભાભર તરફ જતા હાઇવે રોડ
પર પણ હાઈવેની બન્ને બાજુ વિના પરવાનગીએ હોટલો ધમધમી રહી છે. આ હોટલોમાં ઉભી રહેતી ટ્રકો,અને ટેન્કરોમાંથી ડીઝલ-પેટ્રોલ કાઢી ખુલમખુલ્લાં વેપલો કરવામાં આવી રહ્યો છે. તેમ છતાં જવાબદાર વહીવટી તંત્ર અને
પોલીસ પણ આંખ મીંચામણા કરતી હોઇ છેલ્લાં કેટલાય સમયથી આ કારોબાર ચાલી રહ્યો છે. સ્થાનિક લોકોમાં થતી ચર્ચા મુજબ વિના પરવાનગીએ ધમધમતી આ હોટલો ચલાવનાર પરપ્રાંતિયો અને ડીઝલ-પેટ્રોલ નો કાળો કારોબાર ચલાવનાર હોટલ સંચાલકો દ્વારા પોલીસ તેમજ વહીવટીતંત્રને નિયત હપ્તો અપાતો હોય છે. હપ્તાના હડમાલા માં વહીવટી તંત્ર નું મોઠું બંધ હોઈ હાઇવે
પર વિના પરવાનગીએ ધમધમતી હોટલોમાં
ડીઝલ-પેટ્રોલ નો વેપલો થઈ રહ્યો છે,જ્યારે પરપ્રાંતિયો દ્વારા ચલાવતી હોટલોમાં માદક દ્રવ્યો,અને નશીલા પદાર્થોનું
પણ હોટલની આડમાં વેચાણ કરાતું હોવાની લોકોમાં ચર્ચા જાણવા મળી છે. ખાસ કરીને કોઈ પણ હાઇવે પર જ્યાં જગ્યા મળી ત્યાં હોટલો ચાલુ કરી દેવાઈ છે.  
સ્ટેટ અને નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા પણ હોટલ સંચાલકો વિરૂધ્ધ તેમની અંડરની રોડ સાઈડની જમીનમાં હોટલો બનાવી દેવાઈ હોવા છતાં કોઈ પણ પ્રકારનું ઓબ્જેક્શન પણ લેવાયું નથી. વળી સીધાંડાથી સુઈગામ અને સુઇગામથી વાવ હાઇવે પર ધમધમતી મોટા ભાગની હોટલો કોઈ પણ જાતની પરવાનગી વગર ધમધમી રહી છે. ખાસ કરીને જે તે હદમાં સમાવિષ્ટ
પોલીસ, પુરવઠા વિભાગ, મામલતદાર તેમજ પ્રાંત કલેકટર દ્વારા પણ કોઈ પણ હોટલની ચકાસણી કરવામાં આવતી નથી, લોકમુખે ચર્ચાતી વાતો મુજબ આ હોટલ સંચાલકો દ્વારા વહીવટીતંત્રને દર મહિને નિયત હપ્તો અપાય છે, જેને લઈ હોટલ સંચાલકો દ્વારા ખુલ્લેઆમ ડીઝલ-પેટ્રોલનો વેપલો કરી રહ્યા છે. થોડા સમય પહેલા સુઈગામ પી.એસ.આઈ. તરીકે ફરજ બજાવી ચૂકેલા એક અધિકારીએ પોતાની બદલી થતાં રાત્રે તમામ હોટલ સંચાલકો પાસેથી ૩ હજારની ઉઘરાણી કરી હોવાની વાત ચર્ચાસ્પદ બની હતી. ત્યારે પોલીસ સહિત વહીવટીતંત્રને પણ આ પ્રકારે હોટલ સંચાલકો સાચવતા હોવાની આ વિસ્તારના લોકોમાં ચર્ચા છે. થોડા સમય પહેલા સુઇગામની એક હોટલમાંથી બનાસકાંઠા એલ.સી.બી. દ્વારા રેઇડ કરી ૯૦ હજાર ઉપરાંતનો ડીઝલ-પેટ્રોલનો જથ્થો ઝડપ્યો હતો. સુઈગામ પોલીસની નજર સમક્ષથી બ.કાં. એલ.બી. ટિમ રેઇડ કરે તો સુઈગામ પોલીસ શુ કરે છે ? તેવી અનેક ચર્ચાઓ લોકોમાં જાણવા મળી રહી છે.
જાણવા મળતી માહિતી પ્રમાણે પોલીસ, વહીવટી તંત્રના અધિકારીઓ, કર્મચારીઓને હપ્તા સાથે પોતાના વાહનોમાં ડીઝલ-પેટ્રોલ ભરી અપાતું હોવાની પણ ચર્ચા થાય છે. ત્યારે આ વિજિલન્સ તપાસ થાય તો આ કાળા કારોબારમાં અને આંખ મીંચામણા કરતા કેટલાય જવાબદાર અધિકારીઓના પગ તળે તપાસનો રેલો આવતા આવી બિનઅધિકૃત પ્રવૃત્તિ પ્રત્યે બેદરકારી દાખવવા બદલ જેલની હવા ખાવાનો વારો આવી શકે તેમ છે. આ અંગે ઉચ્ચ લેવલેથી તપાસ કરાશે ?

Download Our B K News Today App



Related News