પેટ્રોલ અને ડીઝલમાં થયેલા ભાવ વધારાથી ઓટોમોબાઈલ સેક્ટર પર ગંભીર અસર : વાહનોના વેચાણમાં 30% નો ઘટાડો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-09-06 12:06:27
  • Views : 256
  • Modified Date : 2021-09-06 12:06:27

     વર્તમાન સમયમાં પેટ્રોલ અને ડીઝલનું મહત્વ ખૂબ જ છે.. રોજબરોજના કામકાજમાં પેટ્રોલ અને ડિઝલનો વપરાશ મોટાપાયે થતો હોય છે.. પરંતુ છેલ્લા કેટલાક સમયથી પેટ્રોલ અને ડિઝલની વધતી જતી કિંમતોની અસરી હવે જોવા મળી રહી છે.. પેટ્રોલ અને ડિઝલના ભાવોમાં થયેલા વધારા પર વાત કરવામાં આવે તો પેટ્રોલ અને ડિઝલની કિંમતમાં થયેલા વધારાને પગલે ઓટો મોબાઈલ સેક્ટર પર તેની ગંભીર અસરો જોવા મળી છે.. ઓટો મોબાઈલ સેકટરમાં વાહનોના વેચાણમાં લગભગ ત્રીસ ટકાનો ઘટાડો નોંધાયો છે.. વર્તમાન સમયમાં આ ઘટાડો માત્રને માત્ર પેટ્રોલ અને ડિઝલની કિંમતમાં વધારો થવાના લીધે થયો હોવાનું વાહનોના વિક્રેતા જણાવી રહ્યા છે.. વાહનોના વિક્રેતાઓનું માનવું છે કે ડીઝલ અને પેટ્રોલના ભાવોમાં વધારો થવાના લીધે લોકો હવે પેટ્રોલ અને ડિઝલથી ચાલતા વાહનોનો વપરાશ કરવાનું ટાળી રહ્યા છે.. આ ઉપરાંત ડિઝલના ભાવોમાં થયેલા વધારાને પગલે ટ્રાન્સપોર્ટ ખર્ચ વધી જતાં વાહનોની કિંમતમાં ધરખમ વધારો થઈ ગયો હોવાના લીધે નવા વાહનોની ખરીદીમાં ઘટાડો નોંધાયો છે.

ડીઝલ અને પેટ્રોલના ભાવોમાં થયેલા વધારાને પગલે લોકો વાહનોનો વપરાશ ઓછો કરી રહ્યા છે અને ટ્રાન્સપોર્ટ ખર્ચ વધી જતાં નવા વાહનોની કિંમતોમાં પણ ધરખમ વધારો થતાં નવા વાહનોની ખરીદીમાં ઘટાડો નોંધાયો છે.. ત્યારે વાત કરીએ પેટ્રોલ અને ડિઝલના વેચાણની તો પેટ્રોલ અને ડીઝલના વેચાણમાં પણ નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે.. આસમાને પહોંચેલા પેટ્રોલ અને ડિઝલના ભાવોને પગલે પેટ્રોલ પંપ પર પહેલાની સરખામણી અત્યારે લગભગ ૨૫થી ૩૦ ટકાનો ઘટાડો પેટ્રોલ અને ડિઝલના વેચાણમાં જોવા મળી રહ્યો હોવાની કબૂલાત પેટ્રોલ પંપના સંચાલકો કરી રહ્યા છે.

વર્તમાન સમયમાં પેટ્રોલ અને ડિઝલના આસમાને પહોંચેલા ભાવોને પગલે હવે લોકો પેટ્રોલ અને ડિઝલના વાહનોનો વપરાશ કરવાનું ટાળી રહ્યા છે. અને હવે મોટાભાગના લોકો પેટ્રોલ અને ડિઝલના વિકલ્પ તરીકે સી.એન.જી. અથવા તો ઇલેક્ટ્રીક વાહનો તરફ વળી રહ્યા છે.. ત્યારે આગામી સમયમના પેટ્રોલ અને ડિઝલના ભાવોમાં થયેલા વધારાને પગલે સી.એન.જી. અને ઇલેક્ટ્રીક વાહનોના બજારોમાં મોટી તેજી જોવા મળે તો નવાઈ નહીં.

Download Our B K News Today App



Related News