થરા માર્કેટયાર્ડ ખાતે શોકસભામાં લોકોએ હાજર રહી શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-12-17 13:16:44
  • Views : 218
  • Modified Date : 2021-12-17 13:16:44

 

   દેશના પ્રથમ સી.ડી.એસ. જનરલ બિપિન રાવતનું ગત આઠમી ડિસેમ્બરે હેલિકોપ્ટર દુર્ઘટનામાં નિધન થયું હતું. તમિલનાડૂના કૂન્નૂરમાં ક્રેશ થયેલા હેલિકોપ્ટરમાં એમની સાથે એમના ધર્મપત્ની મધુલિકા રાવત અને અન્ય બાર સભ્યો હાજર હતા..જેમાંથી માત્ર એક ઓફિસર બચ્યા હતા તેમણે પણ ૧૫મી ડીસેમ્બરે આખરી શ્વાસ લેતાં જનરલ બિપિન રાવત સહિત તમામના નિધન થયાં હતા. સી.ડી.એસ.જનરલ બિપિન રાવત ભારતીય સેનાના ફોર સ્ટાર જનરલ હતા,જ્યારે ઉઝાના ધારાસભ્ય આશાબહેન પટેલનું ડેન્ગ્યુના કારણે તથા માર્કેટ યાર્ડ થરાના વહેપારી તેમજ થરા ગોગાચોકમાં બિરાજમાંન ગોગા બાપજીના મંદિરે છેલ્લા ૫૫ વર્ષથી સવાર-સાંજ નિસ્વાર્થ ભાવે પૂજા અર્ચના કરતા રતિલાલ મનસુખરામ ઠકકરનું અવસાન થતાં થરા માર્કેટ યાર્ડના હોલમાં શ્રદ્ધાસુમન શોકસભા કાર્યક્રમ યોજાયો જેમાં કાંકરેજ તાલુકા ભાજપના પ્રમુખ ,તાણાના પૂર્વ.સરપંચ,માર્કેટયાર્ડ થરા વહેપારી એસોસિયેશન પૂર્વ-પ્રમુખ સહિતના લોકો હાજર રહી શ્રદ્ધાસુમાન અર્પણ કર્યા હતા.

Download Our B K News Today App



Related News