ડીસા માં લાયન્સ હોલ ખાતે સીટીઝન ફર્સ્ટ એપ અને પોર્ટલ પર E-FIR અંગે લોકો ને જાગૃત કરાયા હતા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-07-31 11:25:09
  • Views : 267
  • Modified Date : 2022-07-31 11:25:09


તેમજ લોકો હવે ઘરે બેઠા વાહન ચોરી સહિત  16 જેટલી પોલીસ ની સેવાનો ઘરે બેઠા લાભ લઈ શકશે જેથી લોકો ને પોલીસ સ્ટેશન ના ધક્કા ખાવામાંથી છુટકારો મળશે . . . .

 

સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી વાહન ચોરીની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે ખાસ કરીને બનાસકાંઠા જિલ્લામાં હવે દિવસ હોય કે પછી રાત કોઈ પણ સમયે ચોર ટોળકી વાહનોની ઉઠાનતરી કરી જતી હોય છે જે બાબતે વાહન ચોરોએ ફરિયાદ નોંધાવવા માટે પોલીસ મથકે ધક્કા ખાવા પડતા હતા. પરંતુ હવે સ્થળ પરથી જ અથવા તો ઘર બેઠા જ ઓનલાઈન એફઆઈઆર મોબાઈલથી કરી શકાય તે માટે રાજ્ય સરકાર દ્વારા એપ બનાવવામાં આવી છે જેના કારણે લોકોએ હવે પોલીસ સ્ટેશન જવાને બદલે તાત્કાલિક પોતાના મોબાઈલથી જ વાહન ચોરીની ઘટનાની ફરિયાદ નોંધાવી શકાશે . જે અંતર્ગત આજે ડીસા માં ભુજ રેન્જ આઈજી જે આર મોરથલીયા ની અધ્યક્ષતામાં ઈ-એફ.આઈ.આર અંગે સેમીનાર યોજાયો હતો.  ઈ-એફ.આઈ.આર.માં મોબાઈલ અને વાહન ચોરીની ઘટનામાં અરજદારે પોલીસ સ્ટેશનના ધક્કા નહિ ખાવા પડે અને ઘરે બેઠા ઈ-એફ.આઈ.આર કરી શકે આ સેવાનો લાભ લઇ શકે તે માટે જન જાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે જેના ભાગરૂપે ડીસા લાયન્સ હોલ ખાતે યોજાયેલ ઈ-એફ.આઈ.આર અંગે સેમીનાર માં ગુજરાત પોલીસની મોબાઈલ અને વાહન ચોરીની ફરિયાદનો ઓનલાઈન સ્વીકાર અને નિકાલ કરતી સેવાની માહિતી આપી હતી. તેમજ ઇ એફ આઈ આર એ ડિજિટલ ગુજરાત ઝુંબેશનો એક મહત્વનો પડાવ અને સિધ્ધી છે. સામાન્ય માણસને પોલીસ સ્ટેશનના ધક્કા ખાવામાંથી મુક્તિ આપવા માટે આ સેવા શરૂ થઈ રહી હોવાનું જણાવ્યું હતું.

ઇ-ગુજકોપ પ્રોજેકટ હેઠળ બનેલા સિટીઝન પોર્ટલ દ્વારા નાગરિકો હવે ઘરે બેઠા  ૧૬ જેટલી પોલીસ સેવા મેળવી શકે છે. . . .

Download Our B K News Today App



Related News