સોલા સિવિલમાં RTPCR માટે લોકો અઢી કલાક રઝળ્યા, ડોક્ટરે કહ્યું, મને ટેસ્ટ કરતા આવડતો નથી.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-03-09 10:38:37
  • Views : 204
  • Modified Date : 2021-03-09 10:38:37

    સોમવારે સોલા સિવિલ હોસ્પિટલની કોરોના ઓપીડીમાં આરટીપીસીઆર ટેસ્ટ કરવા આવેલા ડોક્ટરે જ ટેસ્ટ કરતાં આવડતો નથી તેમ કહી દેતાં 30થી વધુ લોકો અટવાયા હતા અને તેમણે હોબાળો મચાવ્યો હતો.તાત્કાલિક અન્ય સ્ટાફની વ્યવસ્થા કરાઈ ત્યાં સુધી લોકોએ અઢી કલાક સુધી રઝળવું પડ્યું હતું.

    એક દર્દીના જણાવ્યા મુજબ, સોલા સિવિલમાં બપોરે 2 વાગ્યે ટેસ્ટ કરાવવા આવ્યો હતો, પણ 3 વાગ્યા સુધી કોઇ સ્ટાફ હાજર ન હોવાથી અમે હોસ્પિટલનાં અધિકારીને જાણ કરી હતી, તેમ છતાં 4.50 વાગ્યા સુધી કોઇ આવ્યું નથી. અમારી ફરિયાદને કારણે હોસ્પિટલે ટેસ્ટ કરવા માટે રેસિડન્ટ ડોક્ટરને મોકલ્યા હતા, પણ તે ડોક્ટરે મને ટેસ્ટ કરતા આવડતું નથી તેમ જણાવી દીધું હતું. ત્યારબાદ 5.00 વાગ્યે અન્ય રેસિડન્ટ ડોકટરની વ્યવસ્થા કરી પણ ત્યાં સુધી લોકો હેરાન થયા હતા.

Download Our B K News Today App



Related News