માથે સંકટ જોઈને ભગવાનની શરણે લોકો:

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-06-13 16:50:20
  • Views : 106
  • Modified Date : 2023-06-13 16:50:20

હાલ 'બિપરજોય' વાવાઝોડું દ્વારકાથી 280 કિલોમીટર દૂર છે. જ્યારે પોરબંદરથી 300 કિલોમીટર દૂર છે. આ ઉપરાંત નલિયાથી 330 કિલોમીટર અને જખૌથી 310 કિલોમીટર દૂર છે. વાવાઝોડું ધીમે-ધીમે આગળ વધી રહ્યું છે. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 15 જૂને વાવાઝોડું કચ્છના માંડવી અને પાકિસ્તાનના કરાચી વચ્ચે ટકરાઈ શકે છે. હવામાન વિભાગે 15 અને 16 જૂનના રોજ કેટલાક જિલ્લાઓમાં વરસાદને લઈ રેડ એલર્ટ જાહેર કર્યું છે. ત્યારે વાવાઝોડાને શાંત કરવા માટે રાવલપીર ગામના લોકો દ્વારા દરિયા દેવની પૂજા કરવામાં આવી હતી. તો સોમનાથ મંદિરમાં પણ વિશેષ પૂજા અર્ચના.  બિપોરજોય વાવાજોડાને લઈ દરિયાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે, દરિયા અને વાવાઝોડાને શાંત પાડવા માટે કચ્છના રાવલપીર ગામમાં દરિયા દેવની પૂજા કરવામાં આવી છે. આજે ગામના તમામ લોકો દરિયા કિનારે પહોંચ્યા હતા. જ્યાં ગ્રામજનોએ દરિયાદેવને પ્રાર્થના કરી હતી. મહાવિનાશક બિપોરજોય ચક્રવાતનો ગુજરાત પર ખતરો મંડરાઈ રહ્યો છે. ત્યારે આ મહાવિનાશક વાવાઝોડું સમુદ્રમાં જ સમાઈ જાય અને દેશ અને રાજ્યમાં કોઈ જાનહાનિ ન થાય તે માટે સોમનાથ મહાદેવના મંદિરે સોમનાથ દાદાની વિશેષ પૂજા કરવામાં આવી આપને જણાવી દઈએ કે, બે દિવસ અગાઉ કચ્છના અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાએ જખૌના દરિયા કિનારે પૂજા કરી હતી. વાવાઝોડું શાંત થાય અને કોઇને નુકસાન ન થાય તે માટે પૂજા કરી મા આશાપુરાને ચુંદડી અને શ્રીફળ ચઢાવ્યા હતા. 

Download Our B K News Today App



Related News