પાલનપુરમાં આવેલ વોર્ડ નંબર 4ના તીનબત્તી વિસ્તારના લોકો પાણી ન મળવાના કારણે ભારે હલકી ભોગવી રહ્યા છે.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-05-28 13:51:08
  • Views : 279
  • Modified Date : 2021-05-28 13:51:08

     પાલનપુરમાં આવેલ વોર્ડ નંબર 4ના તીનબત્તી વિસ્તારમાં ઘણા સમયથી લોકોની સમસ્યાને લઈને કોઈ નિવારણ આવતું નથી જેના કારણે વિસ્તારના લોકોએ નગરપાલિકામાં અનેકવાર મોખીક અને લેખિત રજુઆત કરી હોવા છતાં તેમની સમસ્યાનું નિવારણ આવ્યુ નથી...તીનબત્તી વિસ્તારમાં લગભગ 2 કે 3 વર્ષથી પાણીની અછત વર્તાઇ રહી  રહી છે. જેનાથી લોકોને ઘર -ઘરમાં પાણીની સમસ્યાઓ નજરે પડી રહી છે. વોર્ડના કોર્પોરેટર અને પ્રમુખને રજુઆત કરતા કર્મચારીઓ સમસ્યા જોઈ અને કામ થઈ જસે તેવું આશ્વાશન આપી જતાં રહ્યા છે પરંતુ સમસ્યાનું નિવારણ  આવતું નથી.. રમઝાન જેવા પવિત્ર દિવસોમાં વૃદ્ધ લોકોએ રોઝા રાખેલા હતા જેમાં વૃદ્ધ લોકોને પણ પાણીની સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો.આથી વિસ્તારના સીનિયર સિટીઝનો ભેગા મળીને ફરીથી નગરપાલિકામાં  રજુઆત કરી હતી છતાં હજુ પણ સમસ્યા જેસે-થે ની સ્થિતિમાં દેખાઈ રહયી છે..

      વિસ્તારના લોકોના ઘરમાં મહિનાથી પાણી આવતું નથી જેમાં લોકો દૂર દૂર પાણી ભરવા જય છે.. જ્યારે પાણી આવે છે ત્યારે લોકો પાણી નો સંગ્રહ કરી રાખે છે પરંતુ પાણી પણ કેટલા દિવસ સુધી ભેગું કરી રાખવું.. કારણ કેઅહિયાં તો 25 દિવસથી પાણી આવતું નથી અને લોકો પાણી વિના ટળવળી રહ્યા છે..ત્યારે લોકોએ મીડિઆ સમક્ષ પોતાન રોષ ઠાલવ્યો હતો..અને વિસ્તારની સમસ્યાનું જલ્દી માં જલ્દી નિવારણ થાય તેવી માંગ કરી હતી..

Download Our B K News Today App



Related News