સ્માર્ટ સિટી અમદાવાદના લોકો બીમારી ના શિકાર બન્યા.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-12-23 16:27:54
  • Views : 116
  • Modified Date : 2023-12-23 16:27:54

સ્માર્ટ સિટી અમદાવાદના લોકો રોગચાળાનો શિકાર બન્યા છે. મચ્છર અને પાણીજન્ય રોગો વધી રહ્યા છે ત્યારે તંત્રએ સાવચેતી રાખવી જરૂરી છે નહીં તો મોટાપાયે રોગચાળો વકરી શકે છે. કોરોનાની દહેશત વચ્ચે વાયરલ ઇન્ફેક્શનના કેસોમાં મોટા પાયે વધારો થયો છે. શિયાળાની ઋતુમાં જ મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળામાં વધારો થયો છે. ડેન્ગ્યૂનો પણ 1 કેસ નોંધાયોસોલા સિવિલ હોસ્પિટલમાં ઓપીડીની સંખ્યામાં પણ ખૂબ જ વધારો થયો છે. સોલા સિવિલની વાત કરીએ તો 1600થી વધારે દર્દીઓએ ઓપીડીમાં સારવાર લઈ રહ્યાં છે. જ્યારે ડેન્ગ્યૂનો પણ 1 કેસ નોંધાયો છે. વાયરલ ઇન્ફેક્શનના 1292 જેટલા કેસો નોંધાયા છે. જ્યારે ઝાડા ડાયેરિયાના 15 કેસો નોંધાયા છે. ટાઈફોઈડના પણ અમદાવાદ શહેરમાં  અત્યારે બેવડી ઋતુ ચાલી રહી છે, જેના લીધે લોકોના બીમાર પડવાના કેસ પણ વધી રહ્યા છે. વાઈરલ ઇન્ફેક્શનના કેસમાં ધરખમ વધારો થયો છે. છેલ્લા કેટલાક સમયથી ઇન્ફેક્શન અને ખાસ કરીને વાઈરલ ઇન્ફેક્શનના દર્દીઓમાં ખૂબ વધારો જોવા મળી રહ્યો છે, જેમાં બદલાતી જીવનશૈલી, રોગપ્રતિકારક શક્તિનો અભાવ, હવામાં વધતું જતું પ્રદૂષણ તેમજ ઋતુગત બિમારી જેવા અનેક કારણો જવાબદાર છે. પ્રદૂષિત વાતાવરણમાં રહેલાં ગેસ અને ઝેરી રજકણો હવાને અશુદ્ધ કરે છે તેનાથી લોકો વાઇરલ ઇન્ફેક્શનના રોગોનો ભોગ બને છે.આવા રોગચાળાના સમયે તળેલી વાનગીઓ, ખાંડ, મીઠાઈ, આથાવાળી વાનગી, કેળાં ઠંડાં પીણાં વગેરે ચીજવસ્તુઓ ન લેવી જોઈએ. બદલાતી ઋતુ પ્રમાણે આહાર અને જીવનશૈલીમાં થોડાક ફેરફારો કરવાથી સ્વાસ્થ્ય સારું રહે છે. નાનાં બાળકોને બીમારીથી બચાવવા ભીડવાળી જગ્યા ટાળવી જોઈએ.સાથે જ જંકફૂડ અને ઠંડાં પીણાં જેવી ખાદ્ય વસ્તુઓથી દૂર રહેવું હિતાવહ છે. 

Download Our B K News Today App



Related News