ડીસાના મારવાડી મોચીવાસ વિસ્તારના લોકો છેલ્લા ૨૦ દિવસથી ગંદુ પાણી પીવા મજબૂર બન્યા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-05-28 11:44:39
  • Views : 488
  • Modified Date : 2022-05-28 11:44:39


સમગ્ર ગુજરાતમાં સ્વચ્છતા અભિયાન અંતર્ગત સ્વચ્છ ગામ સ્વચ્છ શહેર બનાવવાની કામગીરી પર સરકાર દ્વારા અનેક પ્રયાસો કરવામાં આવી રહ્યા છે ડીસા નગરપાલિકાએ પણ સ્વચ્છતા અભિયાન અંતર્ગત અનેક એવોર્ડ પણ પ્રાપ્ત કર્યા છે પરંતુ હકીકત કંઈક જુદી જ છે...સુંદર અને સ્વચ્છ શહેરની વાતો માત્ર કાગળ પર જ હોય તેમ દેખાઈ રહ્યું છે શહેરમાં કચરાના ઢગલા તો હતા જ તેની સાથે હવે શહેરના કેટલાક વિસ્તારોમાં ગંદુ પાણી પણ આવી રહ્યું છે..જેના કારણે લોકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે..ડીસાના પછાત વિસ્તાર એવા મારવાડી મોચીવાસમાં છેલ્લા કેટલાય દિવસોથી ગંદુ પાણી આવી રહ્યું છે.. આ વિસ્તારના લોકો દ્વારા અનેકવાર નગરપાલિકામાં રજૂઆત કરવા છતાં નગરપાલિકાના કોઇપણ અધિકારી આ બાબતમાં રસ દાખવતા નથી અને જેના કારણે જ આ વિસ્તારના લોકોને જીવજંતુ વાળું તેમજ ગટરનું પાણી મિક્સ થતું હોય તેવી દુર્ગંધ મારતું પાણી પીવું પડી રહ્યું છે.. અને જાણ કારણે આવું પાણી પીવાથી આ વિસ્તારના લોકો પણ બીમાર પડી રહ્યા છે..

છેલ્લા ૨૦થી વધુ દિવસથી આવું પાણી આવી રહ્યું છે જેના કારણે આ વિસ્તારના લોકો હેરાન-પરેશાન થઇ ગયા છે..મહિલાઓ આવા પાણીથી કોઈજ ઘરકામ કરી સકતી નથી કારણ કે આવું પાણી ઘરમાં વાપરીએ તો ઘરમાં પણ દુર્ગંધ મારે છે. ત્યારે પીવા માટે તો આ પાણી કેવી રીતે વાપરવું? ?

ત્યારે આ વિસ્તારના લોકો બીમારીનો ભોગ ન બને તે માટે નગરપાલિકાના લાગતાં વળગતા અધિકારીઓ આ વિસ્તારની મુલાકાત લે અને જે બોરમાંથી આવું ગંદુ પાણી આવી રહ્યું છે તે પાઇપલાઇનની તાત્કાલિક ધોરણે યોગ્ય સફાઈ કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠી છે..

Download Our B K News Today App



Related News