બનાસકાંઠાના માલધારી સમાજના લોકો સરકારે બનાવેલો કાળો કાયદો પાછો ખેંચવાની માંગ સાથે કલેક્ટરને આવેદનપત્ર આપ્યું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-04-05 10:23:17
  • Views : 229
  • Modified Date : 2022-04-05 10:23:17

વિધાનસભાના સત્રમાં શહેરમાં જે રખડતા ઢોરોને લઈને જે કાયદો અમલમાં મૂકાયો છે તેના વિરોધમાં સમગ્ર માલધારી સમાજ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે અને આ કાયદો પરત ખેંચવા માટે માલધારી સમાજમાં ઉગ્ર માંગ ઉઠવા પામી છે ત્યારે આજે બનાસકાંઠા જિલ્લાના માલધારી સમાજના આગેવાનો પાલનપુર કલેકટર કચેરી ખાતે ભારે આક્રોશ સાથે જિલ્લા કલેકટરને રજૂઆત કરવા પહોંચ્યા હતા..

 

સમગ્ર ગુજરાતમાં રખડતા ઢોરોના ત્રાસના કારણે સ્થાનિક લોકો દ્વારા અનેકવાર તંત્રમાં રખડતા ઢોરોને દૂર કરવા માટે રજૂઆત કરાઇ હતી તેને લઈને અત્યારે વિધાનસભાના સત્રમાં રખડતા ઢોરોને દૂર કરવા માટે તેમજ પશુઓના માલિક સામે દંડકીય કાર્યવાહી કરવા માટે જે કાયદો અમલમાં મૂકાયો છે તે કાયદાને લઈને સમગ્ર માલધારી સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે આ જે કાળો કાયદો બનાવવામાં આવ્યો છે તે પરત ખેંચવા માટે સમગ્ર માલધારી સમાજ ઉગ્ર માંગ કરી રહ્યા છે ત્યારે આજે ડીસામાંથી સમગ્ર માલધારી સમાજ દ્વારા સરકાર દ્વારા પશુઓ માટે બનાવેલો કાયદો પરત ખેંચવા માટે માંગ કરાઈ હતી.આજે માલધારી સમાજમાં ઉગ્ર રોષે જોવા મળ્યો હતો.અને આજે જિલ્લા મથક પાલનપુર ખાતે જિલ્લા કલેકટર કચેરી ખાતે સરકાર વિરુદ્ધ નારા લગાવી સરકાર સામે વિરોધ નોંધાવ્યો હતો અને માલધારી સમાજ દ્વારા ઉગ્ર માંગ કરવામાં આવી હતી કે સરકારે બનાવેલો કાળો કાયદો પરત ખેંચવામાં આવે તેમજ જે ગૌચરની જમીન દબાવી દેવામાં આવી છે તેને ખુલ્લી કરવામાં આવે તેવી માંગ સાથે સમગ્ર ડીસાના માલધારી સમાજના આગેવાનો જિલ્લા મથક પાલનપુર ખાતે જિલ્લા કલેકટર કચેરી ખાતે પહોંચ્યા હતા અને ભારે આક્રોશ સાથે જિલ્લા કલેકટરને રજૂઆત કરાઇ હતી. અને જો આ કાયદો પરત ખેંચવામાં નહીં આવે તો આગામી સમયમાં માલધારી સમાજના આગેવાનો તેમજ લોકો સરકાર સામે ઉગ્ર આંદોલન છેડશે તેવી રબારી માલધારી સમાજના આગેવાનોએ ચીમકી ઉચ્ચારી હતી...

Download Our B K News Today App



Related News