બનાસકાંઠા જીલ્લામાં આ અઠવાડીયામાં ડીસાનું મહત્તમ તાપમાન ચાલીસ ડિગ્રીથી નીચે પહોંચવાના લીધે લોકોએ પણ ગરમીથી રાહત અનુભવી છે.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-05-19 10:59:44
  • Views : 217
  • Modified Date : 2022-05-19 10:59:44

 બનાસકાંઠા જીલ્લામાં આ અઠવાડીયામાં ડીસાનું મહત્તમ તાપમાન ચાલીસ ડિગ્રીથી નીચે પહોંચવાના લીધે લોકોએ પણ ગરમીથી રાહત અનુભવી છે.

      બનાસકાંઠા જીલ્લામાં ઉનાળાની શરૂઆત થતાં જ તાપમાનનો પારો ચાલીસ ડિગ્રીને પર પહોંચી જતો હોય છે.. અને આ વર્ષે તો મે મહિનામાં તાપમાનનો પારો પિસ્તાળીસ ડિગ્રી સુધી ગયા અઠવાડિયો પહોંચ્યો હતો.. ગયા અઠવાડીયામાં ગરમીએ તેનું અસલી સ્વરૂપ દર્શાવતા લોકો પણ ત્રાહિમામ પોકારી ગયા હતા.. પરંતુ ત્યારબાદ આ અઠવાડીયાની શરૂઆત થતાં જ તાપમાનમાં આંશિક ઘટાડો નોંધાયો છે.. આ અઠવાડીયામાં ડીસાનું મહત્તમ તાપમાન ચાલીસ ડિગ્રી નીચે પહોંચી ગયું હોવાના લીધે લોકોએ પણ ગરમીથી રાહત અનુભવી છે.. ગરમીનું પ્રમાણ ઘટવા પાછળનું કારણ વાદળછાયું વાતાવરણ અને પવનની બદલાયેલી ગતિ હોવાનું હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવી રહ્યું છે.. આ ઉપરાંત આવતીકાલથી ફરી ગરમીના પ્રમાણમાં વધારો થશે અને આ અઠવાડીયાના અંત સુધીમાં જીલ્લામાં કેટલાક વિસ્તારોમાં વરસાદના છાંટા થવાની પણ હવામાનની ખાનગી સંસ્થાઓ દ્વારા આગાહી કરવામાં આવી રહી છે.

Download Our B K News Today App



Related News