પીવાના પાણીની પાઈલલાઈન માં ભંગાણ સર્જાતા છેલ્લા ત્રણ દિવસથી પીવાના પાણી માટે લોકો વલખા મારી રહ્યા છે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-08-04 12:08:26
  • Views : 304
  • Modified Date : 2022-08-04 12:08:26


ડીસા તાલુકાના જુનાડીસા ગામે નવાવાસ વિસ્તારમાં ભર ચોમાસે પીવાના પાણીની સમસ્યા સર્જાઇ છે. પીવાના પાણીની પાઈલલાઈન માં ભંગાણ સર્જાતા છેલ્લા ત્રણ દિવસથી પીવાના પાણી માટે લોકો વલખા મારી રહ્યા છે જોકે તલાટી કમ મંત્રી પણ ફોન ઉપાડતાં લોકો તંત્ર સામે રોષ ફેલાયો છે . . . ડીસા તાલુકાના જુનાડીસા ગામે નાવાવાસમાં પીવાની પાણીની પાઇપલાઇનમાં ભંગાણ સર્જાયુ છે જેના કારણે નવાવાસ વિસ્તારમાં પીવાનું પાણી પહોંચી શકતું નથી અને લોકો ત્રણ દિવસથી પીવાના પાણી માટે ભારે હાલાકી ભોગવી રહ્યા છે. જે મામલે સ્થાનિક લોકોએ તલાટી કમ મંત્રીનો મોબાઈલ પર સંપર્ક કરવાની કોશિશ કરી હતી પરંતુ ગ્રામજનોનું માનીએ તો પાઇપલાઇન માં ભંગાણ સર્જાયા બાદ ત્રણ દિવસથી તલાટી પણ ફોન ઉપાડતા નથી જેના કારણે લોકોમાં ભારે રોષ ફેલાયો છે. મામલે બોર ઓપરેટર રૂપસિંગભાઈએ જણાવ્યું હતું કે ત્રણ દિવસથી પીવાના પાણીની પાઇપલાઇન તૂટી ગઈ છે જે અંગે તેમણે લેખિતમાં રજૂઆત કરી છે પરંતુ હજુ સુધી પાઇપ રીપેર થઈ નથી જેથી લોકો તેમને હેરાન કરી રહ્યા છે. જ્યારે રમીલાબેન રાવળ સહિત સ્થાનિકોએ જણાવ્યું હતુ કે એક તરફ અત્યારે શ્રાવણ મહિનામાં મહિલા અને યુવતીઓને વ્રત ચાલી રહ્યા છે અને વહેલી સવારે ન્હાઇને મંદિરે જવાનું હોય છે પરંતુ પાણી નહીં આપતા વ્રતધારી મહિલાઓને ભારે મુશ્કેલી વેઠવી પડે છે. ત્યારે તૂટેલી પાઇપલાઇન તાત્કાલિક રીપેરીંગ કરવામાં આવે અને રીપેર થાય ત્યાં સુધી લોકો માટે વૈકલ્પીક પીવાના પાણીની વ્યવસ્થા કરવામાં આવી તેવી માંગ છે . . .


Download Our B K News Today App



Related News