કોરોના વાઇરસનું જોખમ ઘટતા મુસ્લિમ સમાજના લોકોએ તાજિયાની ઉજવણી કરી હતી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-08-21 11:48:38
  • Views : 363
  • Modified Date : 2021-08-21 11:48:38

     કોરોના વાઇરસને લીધે તમામ ધર્મોના તહેવારોની ઉજવણી ફિક્કી પડી ગઈ છે.. ત્યારે ઇસ્લામ ધર્મમાં માતમના પર્વ તરીકે ઉજવવામાં આવતો તાજિયાનો પર્વ પણ બાકી નથી રહ્યો.. કોરોના વાઇરસને પગલે ગત વર્ષે તો તાજિયાનું જુલૂસ સંપૂર્ણ રીતે બંધ રહ્યું હતું.. પરંતુ આ વર્ષે કોરોના વાઇરસનું જોખમ ઘટતા મુસ્લિમ સમાજના લોકોએ તાજિયાની ઉજવણી કરી હતી.. પરંતુ આ ઉજવણી ખૂબ જ સાદગીથી કરવામાં આવી હતી.. તાજીયા નિમિત્તે પરંપરાગત નીકળતું ઝૂલૂસ મોકૂફ રાખવામાં આવ્યું હતું અને ઝૂલૂસ  નીકળ્યા વગર જ તાજીયાને ગાડીમાં મૂકીને ઠંડા કરવા મોકલવામાં આવ્યા હતા.. આ વર્ષે તાજીયા એટલે કે માતમના પર્વ પર હવાલા પણ મોકૂફ રાખવામાં આવ્યા હતા.. કોરોના વાઇરસની ગાઈડલાઇનનું પાલન થાય તે અંગેનું સંપૂર્ણ ધ્યાન રાખવામાં આવ્યું હતું.. અને લોકોએ પણ સોસિયલ ડિસ્ટન્સ જાળવીને તાજીયાના દીદાર કર્યા હતા. 

Download Our B K News Today App



Related News