૧૫ જાન્યુઆરી પછી લોકોને કોરોનાની રસી મળી મળવાની શક્યતા છે.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-12-22 11:29:10
  • Views : 295
  • Modified Date : 2020-12-22 11:29:10

સોલા સિવિલમાં કોવિડની ટ્રાયલ વેક્સિન ‘કોવેક્સિન’ આપવાનું કાર્ય ઝડપભેર ચાલી રહ્યું છે. તેમજ 25 દિવસમાં ટ્રાયલ વેક્સિન કમિટી દ્વારા 500થી વધુ વોલન્ટિયર્સને સફળતાપૂર્વક ટ્રાયલ વેક્સિન અપાઇ છે. તેમજ હોલ વાયરોન ઇનએક્ટિવ વેક્સિન હોવાથી કોઇને પણ આડઅસર નથી. એટલું જ નહિ, આગામી ચાર દિવસમાં ટ્રાયલ વેક્સિનનો સેકન્ડ ડોઝ શરૂ કરાશે, જેથી ૧૫ જાન્યુઆરી પછી આ વેક્સિન લોકોને મળી રહેવાની આશા છે. સોલા સિવિલની કોવિડ ટ્રાયલ વેક્સિન કમિટીનાં પ્રિન્સિપલ ઇન્વેસ્ટીગેટર વેક્સિન લેનાર પ્રથમ 130 વોલન્ટિયર્સને બીજો ડોઝ અપાયા બાદ 10-15 દિવસમાં વેક્સિનના પરિણામ જાણી શકાશે. આ ટ્રાયલ વેક્સિન હોલ વાયરોન ઇનએક્ટિવ વેક્સિન છે, જેથી વેક્સિન લેનાર વોલન્ટિયર્સને આડઅસરની શક્યતા નહિવત છે.

Download Our B K News Today App



Related News