શહેરમાં રખડતા ઢોરની સમસ્યાથી લોકો પરેશાન.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-08-03 15:57:14
  • Views : 101
  • Modified Date : 2023-08-03 15:57:14

જામનગર શહેરમાં રખડતા ઢોરની સમસ્યાથી લોકો પરેશાન થયા છે અને આ સમસ્યાનો ઉકેલ તંત્ર માટે પણ માથાના દુખાવા સમાન બન્યો છે. હાલ મહાનગર પાલિકા દ્રારા રખડતા ઢોરની સમસ્યા દુર કરવા માટે તંત્રે વધુ એક પહેલ કરી છે. પશુ માલિકોની યાદી તૈયાર કરીને પશુમાલિકોને પોતાના પશુઓ ખુલ્લા ના મુકવા માટે નોટીસ આપવામાં આવી છે. શહેરમાં હાલ સુધીમાં 350 જેટલા પશુ માલિકોને તંત્રેએ નોટીસ આપી છે.રખડતા ઢોરની સમસ્યા કોઈ એક શહેરમાં નથી. રાજયના મોટાભાગના શહેરમાં રખડતા ઢોરથી લોકો પરેશાન થાય છે. જામનગરમાં શહેરમાં રખડતા ઢોરની સમસ્યા કોઈ નવી નથી. આ સમસ્યાનો ઉકેલ લાવવા મહાનગર પાલિકા દ્રારા વિવિધ પ્રયાસો કરવામાં આવ્યો છે. મહાનગર પાલિકા દ્રારા નવી પહેલ કરવામાં આવી છે. રખડતા ઢોર મામલે શહેરના પશુ માલિકોની યાદી તૈયાર કરીને તમામને નોટીસ આપવામાં આવી છે.શહેરમાં અંદાજે 400 જેટલા પશુ માલિકો છે. જૈ પૈકી 350 થી વધુ પશુ માલિકોને નોટીસ આપવામાં આવી છે. જેમાં પશુ માલિકોને જણાવ્યુ છે કે માલિકીના પશુ રસ્તા પર ખુલ્લુ  મુકવામાં ન આવે. જેના કારણે ટ્રાફિકની સમસ્યા કે અસ્માતના બનાવો બને છે. આવા ઢોરને પકડવામાં આવે ત્યાર બાદ પશુમાલિકો સામે પણ કાર્યવાહી થઈ શકશે. હાલ સુધીમાં 350 થી વધુ પશુ માલિકોને નોટીસ આપવામાં આવી છે. રખડતા ઢોરની સમસ્યાના ઉકેલ માટે અગાઉ મહાનગર પાલિકાએ રસ્તા પર રખડતા ઢોરને પકડવાની કામગીરી શરૂ કરી છે. જે હાલ પર ચાલુ છે.શહેરમાં ચાર ટીમ દ્રારા મુખ્ય માર્ગો પર રખડતા ઢોરને પકવડવાની કામગીરી કરવામાં આવે છે. બે ટીમ સવારે અને બે ટીમ સાંજે કુલ ચાર ટીમ દ્રારા શહેરના મુખ્ય માર્ગો પર રખડતા ઢોરને પકવાની કામગીરી કરવામાં આવતી હોય છે. આ ઉપરાંત શહેરમા નિયત કરાયેલા માર્ગ કે પોઈન્ટ પર લાકડી સાથે કામદારને 8 કલાક ફરજ પર તૈનાત કરવામાં આવે છે. જે માર્ગ પર રખડતા ઢોર આવે તેને અન્ય જગ્યાએ તગડી દે છે. શહેરમાં રખડતા ઢોરના કારણે અકસ્માત ના બને કે ટ્રાફીકની સમસ્યા ના થાય તે માટે વિવિધ કામગીરી તો કરવામાં આવે છે. પરંતુ હાલ સુધી રખડતા ઢોરની સમસ્યાનો ઉકેલ આવ્યો નથી. રખડતા ઢોરની સમસ્યાનો કામયી ઉકેલ આવે તેવી માગ સ્થાનિકો કરી રહ્યો છે.

Download Our B K News Today App



Related News