ડીસા તાલુકાના ઓઢવા ગામ ખાતે રેલવે ફાટકના ધરનાળામા વરસાદનું પાણી ભરાઇ જતાં લોકોને ભારે હાલાકી પડી રહયી છે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-07-16 13:11:26
  • Views : 383
  • Modified Date : 2021-07-16 13:11:26

     ડીસા તાલુકાના ઓઢવા ગામ ખેતી અને પશુપાલન સાથે સંકળાયેલા ગામ છે.ઓઢવા થી બલોધર ગામે ને જોડતો માર્ગ ઉપર ધરનાળુ બનાવવામાં આવ્યું છે જેમાં વરસાદી પાણી ભરાઇ જતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે જેમાં ખેડૂતો દ્વારા જણાવવામાં આવ્યું હતું બાળકોને શાળાએ જવું પણ બહુ મુશ્કેલ છે. એક મહિના સુધી પાણી ભરાઈ રહ્યા છે જ્યાં સુધી પાણી સુકાતું નથી ત્યાં સુધી બાળકો શાળાએ પણ જઇ શકતા નથી અનેક ઈમરજન્સી ડીલેવરી નો કેસ હોય તો પણ ક્યાં જઈ શકતા નથી અને બધાએ ખેતી અને પશુ સાથે સાથે સંકળાયેલા છે જેથી કરીને ગામમાં જવું પણ મુશ્કેલ બની છે કે ઘણા સમયથી રજૂઆત કરવા છતાં પણ સમસ્યાનો નિકાલ આવ્યો નથી ધારાસભ્યને પણ રજૂઆત કરી છે પણ છતાં પણ આના કોઈ નિકાલ આવ્યો નથી ગામલોકો દ્વારા જણાવવામાં આવ્યું હતું કે જલ્દીથી જલ્દી આનો નિકાલ આવે તેવી માંગ ઉઠવા પામી છે નિકાલ નહી આવે તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી હતી.

Download Our B K News Today App



Related News