'મા - અમૃતમ્ વાત્સલ્ય' કાર્ડ સરકારી હોસ્પિટલમાંથી કઢાવી શકાશે, આખા પરિવારદીઠ એક કાર્ડના બદલે હવે વ્યક્તિગત કાર્ડ અપાશે.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-06-09 15:29:10
  • Views : 470
  • Modified Date : 2021-06-09 15:29:10

    કોરોના કાળમાં દર્દીઓની સારવાર માટે મા કાર્ડ દ્વારા લોકોને સસ્તી સારવાર મળી રહી છે. તે ઉપરાંત સંક્રમણની પરિસ્થિતિને જોતાં આવકના દાખલા કઢાવવાની મુશ્કેલીને ધ્યાને લઈને રાજ્યના આરોગ્ય વિભાગે ગઈકાલે મા કાર્ડની મુદ્દત આગામી 31મી જુલાઈ સુધી લંબાવવાનો નિર્ણય કર્યો હતો. ત્યારે હવે સરકારી હોસ્પિટલોમાં નવા મા કાર્ડ બનાવવા માટેની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. જેથી બધા લાભાર્થીઓ આ યોજનાનો લાભ મળી શકે.

    નાયબ મુખ્યમંત્રી અને આરોગ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું કે, રાજયના નાગરિકોને આકસ્મિક સંજોગોમા તથા ગંભીર બીમારીઓ સામે ત્વરિત સારવાર પુરી પાડવા માટે રાજય સરકારે "મા-અમૃતમ વાત્સલ્ય" યોજના કાર્યરત છે જેમા લાભાર્થીઓને આખા પરિવારદીઠ એક કાર્ડના બદલે હવે દરેક લાભાર્થીને વ્યક્તિગત ઓળખકાર્ડ આપવાનો આરોગ્ય વિભાગ દ્વારા મહત્વનો નિર્ણય કરાયો છે.

Download Our B K News Today App



Related News