ડીસા તાલુકા પેન્શન એસોસિએશન સાધારણ સભા અને પેન્શન ડેની ભવ્ય ઉજવણી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-04-09 06:22:57
  • Views : 518
  • Modified Date : 2019-04-09 06:22:57

ડીસા ખાતે લાયન્સ હોલમાં નાગરભાઈ કે.પરમાર, (પ્રમુખ ડીસા તાલુકા પેન્શન એસો) ના અધ્યક્ષ સ્થાને પેન્શન  એસોસિએશનની સાધારણ સભા યોજાઈ હતી.  જેમાં ઉદઘાટક કે.બી.બુચ (મહામંત્રી, ગુજરાત પેન્શન સમાજ), એસ.એસ.વાઘેલા (પ્રમુખ,
 બનાસકાંઠા પેન્શન એસો.),  અતિથિ વિશેષભાઈ તરીકે મોન્ટુભાઈ શાહ (પ્રમુખ લાયન્સ કલબ, ડીસા),  મહેશચંદ્ર ભટ્ટ (નિવૃત શિક્ષક), લક્ષ્મણભાઈ જાદવ (યોગ શિક્ષક) હાજર્ રહ્યા હતા.  આ  પ્રસંગે મહાનુભાવોનું વિશેષ સન્માન કર્યુ હતું.
સમગ્ર કાર્યક્રમની શરૂઆતમાં પ્રાર્થના દિપ પ્રાગટ્ય, દિવંગત આત્માઓને શ્રધ્ધાંજલી (મૌન) રાખેલ. ત્યારબાદ સ્વાગત પ્રવચન નાગરભાઈ કે.પરમાર, પ્રમુખ ડીસા તાલુકા પેન્શન એસો.કરી મહેમાનોને આવકાર્યા ફૂલહાર અને શાલથી સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમજ વયોવૃધ્ધ સભ્યોનું શાલ અને ફૂલહારથી સન્માન કરવામાં આવ્યું હતું.  
પેન્શનરોના પૌત્ર -પૌત્રી (તેજસ્વી તારલાઓ) પ્રમાણપત્ર, રોકડ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. ખજાનચી મોતીલાલ મૈઢે હિસાબો રજુ કરી બહાલી મેળવી અને સંસ્થાના મંત્રી એમ.એમ.મંડોરીએ વાર્ષિક અહેવાલ રજુ કરી પેન્શનરોના હક્ક હિતની સમજ આપી હતી.
રાજ્ય પેન્શન સમાજના મહામંત્રી કે.બી.બુચે પેન્શનના હક્ક અંગે વિસ્તૃત માહિતી આપી. અને પેન્શન સમાજની પ્રવૃતિ વિશે ખ્યાલ આપ્યો હતો. એસ.એસ.વાઘેલા પ્રમુખ પેન્શન એસો. તેમના પ્રવચનમાં વિધવા પેન્શન અંગે તેની ઉંમરની વિગતો ટ્રેઝરીમાં દાખલ કરવામાં જણાવ્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન નાથાભાઈ બ્રહ્મક્ષત્રિયે કરેલ હતું. તેમને સહયોગ ગોપાલભાઈ પટેલે આપ્યો હતો. આભારવિધિ જયંતીભાઈ જાનીએ કરેલ હતી. પછી ભોજન લઈ કાર્યક્રમ પૂર્ણ કરેલ હતો.


Download Our B K News Today App



Related News