વડગામ ધારાસભ્ય દ્વારા દાંતા અકસ્માતમાં ભોગ બનેલા પીડિતોને સહાય મળે તે માટે મુખ્મંત્રીને આવેદનપત્ર આપ્યું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-06-14 12:07:07
  • Views : 480
  • Modified Date : 2019-06-14 12:07:07

વડગામ ધારાસભ્ય દ્વારા હમણાં થયેલા દાંતા પાસેના અકસ્માતમાં ભલગામના ૯ જેટલા લોકોના મોત થયા હતા. કેટલાંક લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતાં તેમણે સરકાર દ્વારા તાત્કાલિક સહાય મળે તે માટે વડગામ ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ મુખ્યમંત્રીને આવેદનપત્ર આપી લેખિત રજૂઆત કરી હતી. ત્યારે અકસ્માત થયા બાદ ૨૪ કલાકમાં ચૂકવવામાં આવતી સહાય હજુ પણ રાજ્ય સરકારે અકસ્માતમાં ભોગ બનેલા લોકોને ચૂકવી નથી. ત્યારે તાત્કાલિક આ સહાય ચૂકવવામાં આવે તેવી માંગ સાથે લેખિત રજૂઆત કરી છે.
વડગામ ધારાસભ્ય જિગ્નેશે થોડા દિવસ પહેલાં દાંતા નજીક  થયેલા અકસ્માતમાં ગામ ગામના એક જ કુટુંબના ૯ લોકોના કમકમાટીભર્યા ઘટનાસ્થળે મોત થયા હતા. તો તેમાંથી કેટલાંક ગંભીર હાલતમાં ઘાયલ થયા હતા. જેને લઇ સમગ્ર જિલ્લામાં શોકની લાગણી પ્રસરી ગઈ હતી. ત્યારે આ અંગે વડગામ ધારાસભ્યે તાત્કાલિક ૨૪ કલાકમાં પીડિતો ને સહાય ચૂકવવા રજૂઆત કરી હતી. કલેકટર દ્વારા પીડિતોને સહાય મળે એ બાબતે દરખાસ્ત પણ કરવામાં આવી હતી. તેમ છતાં અકસ્માત થયા બાદ ૨૪ કલાકમાં સરકાર દ્વારા ચૂકવવામાં આવતી સહાય હજુ પણ પીડિતોને સરકારે ચૂકવી  નથી. જેને લઇ જિગ્નેશ મેવાણીએ ગાંધીનગર ખાતે
પોતાની ટીમ સાથે મુખ્યમંત્રીને લેખિતમાં આવેદન પત્ર આપ્યું હતુ અને પીડિતોને તાત્કાલિક સહાય ચૂકવવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી હતી. ત્યારે તેમની સાથે મળે  સતીષ વણસોલા, રફીકભાઈ, ભલગામ સરપંચ, અતિક ઉલ રહેમાન, નવનીત વણસોલા તેમજ પીડિત લોકોના પરિવાર સાથે મુખ્યમંત્રી કાર્યાલયની મુલાકાત લીધી અને આવેદન પત્ર આપવામાં આવ્યું. તેમજ જ્યાં સુધી પીડિતોને સહાય ચુકવવામાં ના આવે ત્યાં સુધી ધરાસભ્ય જિગ્નેશ મેવાણીની ટીમ રવિવારને બાદ કરતાં દરરોજ આવેદન પત્ર આપશે, તેમ જણાવ્યું વડગામ ધારાસભ્ય પોતાનો એક મહિનાનો પગાર પીડિત પરિવારોને સમર્પિત કરશે.


Download Our B K News Today App



Related News