વડાલા પાટિયા પાસે વાહનની ટક્કરે રાહદારીનું મોત

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2025-06-01 10:33:03
  • Views : 63
  • Modified Date : 2025-06-01 10:33:03

- ઉત્તરપ્રદેશનો વ્યક્તિ રોડ ક્રોસ કરતો હતો ત્યારે અજાણ્યા વાહને અડફેટે લીધો

નડિયાદ : નેશનલ હાઇવે નંબર ૪૮ વડાલા પાટીયા રોડ ક્રોસ કરતા પરપ્રાંતીય આધેડનું અજાણ્યા વાહને ટક્કર મારતા મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે ખેડા ટાઉન પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી. 

ઉત્તર પ્રદેશના શાખાના ગજરાજ ભાગવતસિંહ ઠાકુર જેતલપુર કાર્ગો મોટર્સ ક્વાર્ટર્સમાં રહે છે અને સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરે છે. તેમની સાથે રહેતા વિરેન્દ્ર શિવસાગર ઠાકુર ગઈકાલે રાત્રે સિક્યુરિટી ગાર્ડની નોકરી માટે વડાલા પાટીયા આવેલ વેરહાઉસમાં જવા જેતલપુરથી ચાલતા વડાલા ગયા હતા.

તેઓ વડાલા રોડ ક્રોસ કરતા હતા, ત્યારે અજાણ્યા વાહને વિરેન્દ્રસિંહ ઠાકુર (ઉં.વ.૪૨)ને ટક્કર મારતા માથામાં તેમજ શરીર ઉપર ગંભીર ઈજા થઈ હતી. 

જેથી તેમને સારવાર માટે ખેડા સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવતા મૃત જાહેર કરવામાં આવ્યા હતા. આ બનાવ અંગે ગજરાજ ભાગવતસિંહ ઠાકુરની ફરિયાદ આધારે ખેડા ટાઉન પોલીસે અજાણ્યા વાહનચાલક સામે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.

Download Our B K News Today App



Related News