પાલનપુર ના રૂપપુરા ગામે 30 એકર માં વાવેલી ખેડૂતોની મગફળી માં પાણી ભરાઈ ગયા ખેડૂતોને મોટુ નુકસાન

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-07-08 12:39:31
  • Views : 291
  • Modified Date : 2022-07-08 12:39:31


ખેડૂતોનાં ખેતરોમાં મગફળી નો તૈયાર પાક પાણી માં ગરકાવ ખેતરો માં વરસાદી પાણી ભરાયા

હવામાન વિભાગની ભારે વરસાદની આગાહી ને લઇ એલર્ટ આપવામા આવ્યુ છે ત્યારે બનાસકાંઠા માં ગત રાત્રિ એ પડેલા વરસાદ થી અનેક જગ્યા એ પાણી ભરાયાં છે ત્યારે વરસાદને લઇ ખેડૂતો નાં ખેતરોમાં પાણી ભરાયાં છે જેને લઇ ખેડૂતો નો મગફળી નો પાક પાણીમાં ગરકાવ થઈ જતાં ખેડૂતો ને લાખો નું નુકશાન વેઠવાનો વારો આવ્યો છે


વરસાદ આવતાં ખેડૂતો નાં મોઢામાં આવેલો કોળીયો છીનવાઈ ગયો


ગુજરાત ભરમાં મેઘ મહેર જોવા મળી રહી છે ત્યારે બનાસકાંઠામાં પણ વરસાદની શરૂઆત થઈ છે વરસાદ ને લઇ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયાં છે ભારે પવન અને વરસાદ થી અનેક જગ્યાએ નુકશાન થયું હોવાના અહેવાલો પ્રાપ્ત થઈ રહ્યા છે ત્યારે ખેડૂતોનાં ખેતરો માં પાણી ભરાતાં ખેડૂતો ની મગફળી નો પાક પલળી ગયો છે ખેડૂતો એ મોંઘા બિયારણ લાવી મગફળીની ખેતી કરી હતી પરંતુ વરસાદ આવતાં ખેડૂતો નાં મોઢામાં આવેલો કોળીયો છીનવાઈ ગયો છે ખેડૂતોનાં ખેતરોમાં મગફળી નો તૈયાર પાક પાણી માં ગરકાવ થઈ ગયો છે ખેતરો માં વરસાદી પાણી ભરાઈ ગયા છે જેનાથી હવે આ પાક લેવો મુશ્કેલ બની ગયો છે


ખેડૂતો 4 મહિનાની મહેનત પાણીમાં ગઈ


બનાસકાંઠા જિલ્લામાં ઉનાળુ મગફળી નું પણ મોટા પ્રમાણ માં વાવેતર કરવામાં આવે છે ત્યારે આ મગફળી વાવતા ખેડૂતો હાલ વરસાદ ને લઇ મુશ્કેલી માં મુકાયા છે પાલનપુર તાલુકાના રૂપપુરા ગામે 30 એકર માં વાવેલી ખેડૂતોની મગફળી માં પાણી ભરાઈ ગયા છે.ખેડૂતો ની તૈયાર મગફળી પાણી માં તરી રહી છે.ખેડૂતો 4 મહિનાની મહેનત પાણી માં ગઈ છે


Download Our B K News Today App



Related News