ચોમાસામાં મગફળી બિયારણના ભાવો આસમાને : મગફળીના બિયારણમાં સબસિડીના મળતા ખેડૂતોને અન્યાય.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-06-07 13:00:52
  • Views : 394
  • Modified Date : 2021-06-07 13:00:52

     બનાસકાંઠામાં સૌથી વધારે ચોમાસું વાવેતર મગફળીનું થાય છે.જેમાં ડીસા તાલુકામાં સૌથી વધુ વાવેતર થતું હોય છે. સરકાર દ્વારા મગફળી બિયારણમાં ચાલુ વર્ષે સબસીડી ન ફાળવતા ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ગોરાબીન ૨૦ અને ૩૭ નંબર અને ગુજકો માસોલ ૨૦ અને ૩૭ નંબર પર પણ બિયારણમાં સબસીડી બંધ કરવામાં આવી છે.એક બાજુ સરકાર ખેડૂતોની આવક બમણી કરવાની મોટી-મોટી વાતો કરે છે. બીજી બાજુ ખેડૂતોને મગફળીના બિયારણ ઉપર જે સબસીડી મળતી હતી.તે બંધ કરતા સરકાર અને નિગમ સામે ખેડૂતોની નારાજગી જોવા મળી રહી છે.જેમાં ખાનગી કંપનીઓ દ્વારા ગતવર્ષે એક કટ્ટા ના ભાવ રૂ.૨૪૦૦ હતા.જેમાં રૂ.૧૦૦ નો વધારો કરવામાં આવતા  ચાલુ વર્ષે રૂ. ૨૫૦૦ના ભાવે એક કટ્ટુ વેચાણ કરવામાં આવી રહ્યુ છે. જેને લઈને ખેડૂતો ભીલડીના બજારોમાંથી મોઘા બિયારણો લાવી વાવેતર કરવા મજબૂર બન્યા છે. તેમજ ચાલુ વર્ષે ડિઝલના ભાવ વધવાના કારણે ખેડાઈ અને થેસરના ભાવો વધારી દેવામાં આવ્યા છે.જે ખેડૂતો ને પોષાય તેમ નથી જેથી દિન પ્રતિદિન મોઘી થઈ રહેલી ખેતી અને પોષણક્ષમ ભાવ ન મળતાં જગતનો તાત લાચાર થઇ રહ્યો છે.

     અગાઉ નિગમો દ્વારા ગામડાઓમાં સેવા મંડળીઓમાં સબસીડી વાળી મગફળી ફાળવવામાં આવતી હતી.પરંતુ આ ચાલુ સાલે એક પણ ગામડાઓમાં મંડળીઓમાં સબસીડી વાળી મગફળીનું બિયારણ બંધ કરતા ખેડૂતો સરકાર અને નિગમ સામે ભારે નારાજગી વ્યક્ત કરી રહ્યા છે.ગત વર્ષે મગફળીના બિયારણમાં સબસીડી આપવામાં આવી હતી.પરંતુ ચાલુ સાલે સબસીડી બંધ થતા ખેડૂતોમાં નારાજગી જોવા મળી રહી છે.જેથી સરકાર દ્વારા મગફળીના બિયારણમાં સબસીડી જાહેર કરવામાં આવે તેમજ ખાનગી કંપનીઓ દ્વારા બિયારણમાં ભાવ વધારો કરવામાં આવ્યો છે.તે પાછો ખેચવામાં આવે તેવી ખેડૂતોની માંગ ઉઠવા પામી છે.

Download Our B K News Today App



Related News