રાજકોટ જિલ્લાના 11 અને તાલુકાના 8 સેન્ટર પર ટેકાના ભાવે મગફળીનું રજિસ્ટ્રેશન શરૂ, ખેડૂતોની ભીડ, સોશિયલ ડિસ્ટન્સનો અભાવ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-10-01 11:10:44
  • Views : 299
  • Modified Date : 2020-10-01 11:10:44

    ગુજરાત સરકાર આગામી 21 ઓક્ટોબરથી મગફળીની પ્રતિ મણ રૂ.1055ના ટેકાના ભાવે ખરીદી કરશે. આ ખરીદી માટે આજથી ઓનલાઈન રજિસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ થઈ છે અને 20 દિવસ રજિસ્ટ્રેશન ચાલુ રહેશે. રાજકોટ જિલ્લાના 11 અને તાલુકાના 8 સેન્ટર પર ટેકાના ભાવે મગફળીનું રજિસ્ટ્રેશન શરૂ થઈ ગયું છે. રજિસ્ટ્રેશન સ્થળ પર ખેડૂતોની વહેલી સવારથી જ ભીડ જોવા મળી રહી છે. આ સાથે જ અધિકારીઓની હાજરીમાં જ સોશિયલ ડિસ્ટન્સનો ભંગ જોવા મળી રહ્યો છે.

સરકાર 20 કિલોના 1055ના ટેકાના ભાવે ખરીદી કરશે
આજથી મગફળીની ટેકાના ભાવે ખરીદી માટે રજિસ્ટ્રેશન શરૂ થઈ ગયું છે. સરકાર દ્વારા 20 કિલોના 1055 ના ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે. ખેડૂતો આખો મહિનો નોંધણી કરાવી શકશે. મહત્વનું છે કે જીલ્લાના મોટા ભાગના યાર્ડમાં મગફળીના રજિસ્ટ્રેશનની વ્યવસ્થા કરવામાં આવી છે. રાજકોટના જુના યાર્ડમાં રાજકોટ તાલુકો, લોધિકા અને પડધરી તાલુકાના ખેડૂતોનું રજિસ્ટ્રેશન કરવામાં આવશે. ગોંડલ અને કોટડા સાંગાણી તાલુકાના ખેડૂતો ગોંડલ યાર્ડમાં રજિસ્ટ્રેશન કરી શકશે. ઉપરાંત ગ્રામ્ય વિસ્તારમાં પંચાયતમાં ખેડૂતો રજિસ્ટ્રેશન કરાવી શકશે. આગામી 21 ઓક્ટોબરે સરકાર મગફળીની ખરીદી શરૂ કરશે. એક ખેડૂત પાસે વધુમાં વધુ 2500 કિલો મગફળી સરકાર ટેકાના ભાવે ખરીદી કરશે.

ગોંડલમાં રજિસ્ટ્રેશન સ્થળ પર ખેડૂતોની ભીડ જામી
ગોંડલમાં આજથી મગફળીની ટેકાના ભાવે ખરીદી માટે રજિસ્ટ્રેશન શરૂ થઈ ગયું છે. રજિસ્ટ્રેશન સ્થળ પર યાર્ડના અધિકારીઓની હાજરી હોવા છતાં સોશિયલ ડિસ્ટન્સ સહિતના નિયમોનું પાલન કરવામાં ન આવતું હોવાનું જોવા મળ્યું છે.

ગીર સોમનાથમાં કોમ્પ્યુટર ઓપરેટરની હડતાળને લઈને રજિસ્ટ્રેશનમાં વિલંબ
સરકારના ટેકાના ભાવે મગફળીના રજિસ્ટ્રેશનમાં ખેડૂતો માટે કોમ્પ્યુટર ઓપરેટરની હડતાળ વિલંબ બની છે. જિલ્લાભરની ગ્રામપંચાયતના કોમ્પ્યુટર ઓપરેટર હડતાળ પર ઉતર્યા છે. જેને લઈને રજિસ્ટ્રેશનમાં વિલંબ થઈ રહ્યો છે. જિલ્લાની ઘણી પંચાયત કચેરી બહાર ખેડૂતોની લાંબી લાઈનો લાગી છે. તો ઘણી પંચાયતો ખાલીખમ જોવા મળી રહી છે. હડતાળના પગલે ખેડૂતો મુશ્કેલીમાં મૂકાયા છે.

Download Our B K News Today App



Related News