મગફળીના ભાવોમાં તેજી રહેતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો : મગફળીના ટેકાના ભાવ કરતાં પણ વધારે ભાવ ખેડૂતોને ઓપન માર્કેટમાં મળી રહ્યા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-10-08 12:09:12
  • Views : 517
  • Modified Date : 2021-10-08 12:09:12

બનાસકાંઠા જિલ્લાનો ખેડૂત ઘણા સમયથી ખેતીમાં નુકશાનીની માર ખાઈ રહ્યો છે.. બટાટાની ખેતીમાં મોટું નુકશાન સનહ કર્યા બાદ બેહાલ થઈ ચૂકેલા ખેડૂતો માટે આ વર્ષે મગફળીની ખેતી નવી આશા લઈને આવી છે.. બનાસકાંઠા જીલ્લામાં ચોમાસુ વાવેતર તરીકે મોટાભાગના ખેડૂતો મગફળીનું વાવેતર કરતાં હોય છે.. ત્યારે આ વર્ષની વાત કરવામાં આવે તો બનાસકાંઠા જીલ્લામાં મગફળીનું ઉત્પાદન પણ બમ્પર થયું છે.. ખેડૂતોને મગફળીના બમ્પર ઉત્પાદનની સાથે સાથે સારા ભાવો પણ મળી રહ્યા છે.. ખેતરમાથી બજારમાં મગફળી વેચવા માટે આવી રહેલા ખેડૂતોને અત્યારે મગફળીના ૧૨૦૦ રૂપિયા કરતાં પણ વધારે ભાવ મળી રહ્યા છે.. ઓપન બજારમાં મળી રહેલા આ ભાવો સરકાર દ્વારા નક્કી કરવામાં આએલા ટેકાના ભાવો કરતાં પણ વધારે છે.. સરકાર દ્વારા મગફળીના ટેકાના ભાવ ૧૧૫૦ નક્કી કરવામાં આવ્યા છે.. જ્યારે ખેડૂતોને ઓપન બજારમાં જ મગફળીના ૧૨૦૦ રૂપિયા કરતાં વધારે ભાવો મળી રહ્યા છે.. જેને લઈ ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે..

સરકાર દ્વારા મગફળીની જે ટેકાના ભાવે ખરીદી કરવામાં આવે છે તે ખરીદી બાદ ખેડૂતોને નાણાં મળવામાં વિલંબ થતો હોય છે.. જ્યારે ઓપન બજારમાં ખેડૂતો હાથો હાથ રોકડ સ્વરૂપે વળતર મળી જતું હોય છે.. અને યોગ્ય ભાવો ના મળે ત્યારે જ ખેડૂતો ટેકાના ભાવે મગફળીનું વેચાણ કરતાં હોય છે.. પરંતુ આ વર્ષે ખેડૂતોને સરકાર દ્વારા નક્કી કરવામાં આવેલા ટેકાના ભાવ કરતાં પણ વધારે ભાવ ઓપન બજારમાં માલ્ટા હોવાથી ખેડૂતો ઓપન બજારમાં જ પોતાની મગફળીનું વેચાણ કરી રહ્યા છે.. ઓપન બજારમાથી રોકડ સ્વરૂપે ઝડપી નાણાં ખેડૂતોને મળી રહેતા હોવાથી આગામી સમયમાં ખેડૂતો સમયસર બટાટાનું વાવેતર કરી શકશે..

ડીસા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ પણ અત્યારે મગફળીની આવકથી ઉભરાઇ રહ્યું છે.. અને દરરોજની લગભગ ૧૫૦૦૦થી વધુ બોરીની આવક થઈ રહી છે.. ગત વર્ષે ૧૬ લાખ મગફળીની બોરીની આવક થઈ હતી.. પરંતુ આ વર્ષે જે રીતે મગફળીનું ઉત્પાદન થયું છે અને વર્તમાન સમયમાં મગફળીની આવક જોતાં આ વર્ષે લગભગ વીસ લાખ બોરીની આવક થવાની શક્યતા છે.. આ ઉપરાંત ડીસા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં મગફળીના વેચાણ માટે મોટી સંખ્યામાં ખેડૂતો આવતા હોવાના લીધે ડીસા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ દ્વારા પણ વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે.. કે જેથી ખેડૂતોને કોઈ મુશ્કેલીઓ ના પડે...

આ વર્ષે મગફળીનું ઉત્પાદન પણ સારું થયું છે ભાવો પણ સારા મળી રહ્યા છે.. જેને લઈ ખેડૂતોને મગફળીનું રોકડ સ્વરૂપે વળતર મળી રહ્યું છે.. જેથી ખેડૂતો આગામી રવિ સિઝનનું વાવેતર સમયસર કરી શકસે..

 

Download Our B K News Today App



Related News