ડીસામાં ભગવાન જગન્નાથની રથયાત્રાને અનુલક્ષીને દક્ષિણ પોલીસ સ્ટેશનમાં શાંતિ સમિતિની બેઠક યોજાઈ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-06-28 10:59:43
  • Views : 222
  • Modified Date : 2022-06-28 10:59:43

 

ડીસા શહેરમાં  દર વર્ષે ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળશે જેના ભાગરૂપે વહીવટીતંત્ર દ્વારા આષાઢી બીજ પહેલા તમામ તૈયારીઓ કરી દેવામાં આવે છે ત્યારે બે વર્ષ કોરોના વાયરસની મહામારી કારણે ડીસા શહેરમાં ભગવાન જગન્નાથની રથયાત્રા નિકાળી શકાઈ ન હોય આ વર્ષે સુભાષ ચંદ્ર બોઝ સેવા સમિતિ દ્વારા ભવ્ય રથયાત્રા યોજવાનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે ડીસા દક્ષિણ પોલીસ સ્ટેશન ખાતે  પી આઈના અધયસથાને શાંતિ સમિતિની બેઠક બોલાવી હતી જેમાં ધારાસભ્ય શશીકાંત પડ્યાં નંગરપાલિકા પ્રમુખ રાજુભાઇ ઠક્કર સહિત ભાજપ કોંગ્રેસ આમ આદમી પાર્ટીના હોદેદારો સાથે હિન્દુ મુસ્લિમ સમાજનાં આગેવાનો હોદેદારો સેવાભાવી સંસ્થાઓના પ્રતિનિધિઓ મહીલા આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા શાંતિ સમિતિની બેઠકમાં ધારાસભ્ય શશીકાંત પડ્યાં અને નંગરપાલિકાના પ્રમુખ રાજુભાઇ ઠક્કરનું પી આઈ પટણી દ્વારા  શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું શાંતિ સમિતિની બેઠક ને સંબોધન કરતાં જણાવ્યું હતું કે ડીસા શહેરમાં સુભાષ ચંદ્ર બોઝ સમિતિ દ્વારા નીકળનારી ભગવાન જગન્નાથની 24 મી રથયાત્રા શાંતિપૂર્ણ રીતે સંપન્ન થાય તે માટે ઉપસ્થિત સહુ આગેવાનોને સહકાર આપવા અપીલ સાથે વિનંતી કરવામાં આવી હતી જ્યારે ઉપસ્થિત સહુ આગેવાનો પાસે પોલીસ દ્વારા રથયાત્રા દરમિયાન કેવી રીતે વધું મદદરૂપ બની શકે તે માટે સલાહ સુચનો લેવામાં આવ્યા હતા ત્યારે શાંતિ સમિતિની બેઠકમાં રથયાત્રા દરમિયાન રખડતાં પશુઓનો મુદ્દો ચર્ચાસ્પદ બન્યો હતો અને રખડતાં પશુઓની વ્યવસ્થા ઉભી કરવા માટે ખાસ વિનંતી કરવામાં આવી હતી જ્યારે  કરીયાણા મરચન્ટ એસોસિયેશનના પ્રમુખ જગદીશ ભાઈ મોદી દ્વારા રથયાત્રા દરમિયાન શહેરમાં વેપારીઓ દુકાનો બંધ રાખી રથયાત્રામાં સેવાકીય કામગીરીમાં જોડાશે તેની ખાત્રી આપી હતી જ્યારે વિપુલભાઈ ઠકકર દ્વારા રથયાત્રા દરમિયાન જર્જરીત શોપીંગ સેન્ટરનાં કારણે કોઈ જાનહાનિ ન થાય તેની તકેદારી રાખવા સુચન કરવામાં આવ્યું હતું જ્યારે શાંતિ સમિતિની બેઠકમાં રથયાત્રા નિમિત્તે સુભાષ ચંદ્ર બોઝ સમિતિ પ્રમુખ ગંગારામ ભાઈ   પોપટ દ્વારા ઉપસ્થિત સહુ હિન્દુ મુસ્લિમ સમાજનાં આગેવાનો હોદેદારો દ્વારા સાથ અને સહકાર  આપવા અપીલ કરવામાં આવી હતી ત્યારે ઉપસ્થિત શાંતિ સમિતિની બેઠકમાં સહુ આગેવાનો દ્વારા  રથયાત્રા દરમિયાન શાંતિપૂર્ણ રીતે યોજાશે તેની બાંયધરી આપી હતી

Download Our B K News Today App



Related News