થરા પાલિકાના કોન્ટ્રાક્ટર દ્વારા પાયા વગરની દિવાલનું બાંધકામ ચાલુ કરતાં લોકોમાં આશ્ચર્ય

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-04-13 07:30:41
  • Views : 444
  • Modified Date : 2019-04-13 07:30:41

રાધનપુર  પાલિકાના બાધકામ સુપરવાઈઝર લાંચ રૂશ્વત ની ઝડપમાં તેની સાથે કાંકરેજ તાલુકાના થરા નગર પાલિકામાં વ્યક્તિગત જાહેર શૌચાલય, જાગોસર તળાવ નવ સાધ્ય -રોડ-રસ્તા બાંધકામમાં વ્યાપક ગેરરીતિની ફરિયાદો છેલ્લાં કેટલા સમયથી થઈ રહી છે. થરા નગરની જનતાએ લોકશાહી શાસન વ્યવસ્થા ને ધ્યાનમાં રાખી કુલ છ વોર્ડના ચોવીસ સભ્યોમાં ૧ર ભાજપ અને ૧ર કોંગ્રેસના સભ્યો ચૂંટ્યા હતા જેનાથી વિરોધ પક્ષની મજબૂત દેખરેખ હેઠળ થરા નગરમાં વિકાસ લક્ષી ગ્રાન્ટો આરીને ભ્રષ્ટ્રાચાર મુક્ત વપરાય  શરૂઆતના તબક્કામાં કોંગ્રેસને બીજા તબક્કામાં ભાજપ પ્રજાને એવી અનુભુતી થઈ રહી છે કે આવો ભાઈ હરખા આપણે બે  સરખા થરા પાલિકા તંત્ર દ્વારા વિકાસ લક્ષી ગ્રાન્ટો હવે વાપરવી ક્યાં તે એક મોટો પ્રશ્ન બન્યો છે તો આવી ગ્રાન્ટો પાછી મોકલવાથી નુકશાન પણ થાય તેથી થરા રામાપીર મંદિરની બાજુમાં થરા પ્રા.શાળા નં-ર ની સામે રબારી વાસ-આંબેડકર વાસની આગળના ભાગમાં આવેલ મોટી પાણીની ટાંકી અને પાણી સંપની ચારે બાજુ થોડા વર્ષ પહેલાં જ સીમેન્ટની થાંભલીને પાટોથી પ્રોટક્શન દિવાલ બનાવેલ જેને અમુક લોકો ધીમેધીમે લઈ ગયા કે તોડી નાખી હવે છેલ્લાં બે-ત્રણ દિવસથી આ થાંભલીઓ સીમેન્ટના પાટાની દિવાલ તોડીને ઈંટોની દિવાલ બનાવવાની પ્રક્રિયા કોન્ટ્રાક્ટર દ્વારા શરૂ કરવામાં આવતાં જાહેર રોડ પરના આ દિવાલ બાંધકામના કામમાં કોન્ટ્રાક્ટરની હિંમત અને પાલિકાતંત્રની નિષ્ક્રીયતાને કારણે પાયો ખોદ્યા કે પૂરણ કર્યા વગરની દિવાલનું બાંધકામ ચાલુ કરાતાં લોકોમાં આશ્ચર્યની લાગણી ફેલાઈ છે કે ચોમાસામાં પાણીના વહેણની જગ્યાએ પાયા વગરની દિવાલ કોના ઈશારે બંધાઈ રહી છે. પ્રાથમિક શાળા નં-ર આંગણવાડીકેન્દ્ર પાસે પાયાવગરની દિવાલ તૂટી પડશેને બાળકોનો ભોગ લેશે ત્યારે જવાબદાર કોણ ? શું પાલિકા બાંધકામ સમિતિ સુપરવાઈઝર કે ચીફ ઓફીસરને આ દિવાલનું નિરીક્ષણ કરવાનો સમય મળશે ખરૂ ? કે પછી ભલા મોરી રામા.



Download Our B K News Today App



Related News