પાલનપુરમાં પક્ષી બચાઓ સેવા કેમ્પમાં ઉત્તરાયણના દિવસે દોરીથી ઘાયલ થયેલા પક્ષીઓને સારવાર અપાઇ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-01-16 11:39:54
  • Views : 381
  • Modified Date : 2020-01-16 11:39:54

ઉત્તરાયણના દિવસે
પતંગની દોરીથી અસંખ્ય
પક્ષીઓ ઘવાય છે. જેને સમયસર સારવાર મળી રહે તે માટે પાલનપુર શહેરમાં
જુદી-જુદી પાંચ જગ્યા ઉપર કેમ્પ ઉભા કરી ઘાયલ પક્ષીઓને સારવાર આપવામાં આવી હતી.
ઉત્તરાયણના દિવસે
પતંગની દોરીથી અસંખ્ય
પક્ષીઓ ઘવાય છે. તેમજ કેટલાક પક્ષીઓને સમયસર સારવાર ન મળવાના કારણે મોતને ભેટે છે. જેના પગલે બનાસકાંઠા વન વિભાગ દ્વારા પાલનપુર શહેરના અમદાવાદ હાઇવે, બિહારીબાગ, દિલ્હીગેટ, ગઠામણ દરવાજા અને વન વિભાગની ઓફિસ ખાતે જુદી-જુદી સંસ્થાઓની મદદથી પક્ષી સારવાર કેમ્પ શરૂ કરવામાં આવ્યા છે. આ કેમ્પ ત્રણ દિવસ સુધી ચાલશે જેમાં ઉતરાયણના દિવસે ઘાયલ પક્ષીઓને સારવાર આપી જીવનદાન આપવામાં આવ્યું હતું. જેમાં વન વિભાગના અને પશુ  પાલન વિભાગના અધિકારી સહિત સંસ્થાના સંચાલક હાજર રહ્યા હતા.


Download Our B K News Today App



Related News