પક્ષીઓ માટે પાણીના કુંડા અને ચકલી ઘરનું વિતરણ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-04-16 05:32:10
  • Views : 518
  • Modified Date : 2019-04-16 05:32:10

ધારુસણ ગામની દૂધ મંડળી પર ડેરીના મંત્રી રઘુભાઈ ગોપાળભાઈ પૂર્વ સરપંચ નારણભાઇ, પૂર્વ સરપંચ દિનેશભાઇના સહયોગથી મારુતિનંદન પક્ષી સેવા ગ્રુપ પાટણ દ્વારા પક્ષીઓ માટે ૨૦૦ પાણીના કુંડા અને ૩૦૦ ચકલી ઘરનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું. આ વિતરણમાં ગ્રુપના સભ્યો એવા સંજય જોષી, હરેશ જોશી, ભરતજી ઠાકોર, હિતેશ જોશી, કનુ મોદી, દિનેશ જોષી, ભાવેશ જે. જોષી, ચેતન શિલવા, પ્રહલાદ જોષી, મહેશ જોષી, સાહિલ જોષી, રમેશ શિલવા, રાહુલ જોષી, અશોક જોષી, કનુ જોશી, શૈલેષ જોષી, જીગર જોષી, દ્વારા કરવામાં આવ્યો. આ ગ્રુપ ૨ વર્ષથી પક્ષીઓ માટે કામગીરી કરે છે બે વર્ષમાં ૮૦૦૦ પાણીના કુંડા તેમજ ૭૦૦૦ ચકલી ઘરનું વિતરણ આ ગ્રુપે કર્યુ છે. આ ગ્રુપનો ઉદ્દેશ ચકલીનું અસ્તિત્વ ટકાવી રાખવાનો છે. ગ્રુપ પક્ષીઓ માટે દયા ભાવનાનું કામ કરે છે.

Download Our B K News Today App



Related News