દાંતા તાલુકાના વશી ગ્રુપ ગ્રામ પંચાયતના સરપંચ દ્વારા પત્રકારને ધમકી અપાઈ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-06-08 11:20:52
  • Views : 548
  • Modified Date : 2020-06-08 11:20:52

દાંતા તાલુકાના વશી ગ્રુપ ગ્રામ પંચાયતના સરપંચ દ્વારા મીડિયાને સફાઈનું કામ કરવા અને પત્રકારોને  રજા સિવાય ગ્રામ સચિવાલયમાં પ્રવેશ કરવો નહીં તેવો ઓડીયો વાયરલ થતાં પત્રકારોમાં રોષ ફેલાયો હતો. આ ઉપરાંત પત્રકારો સાથે ગેરવર્તન ભર્યુ વર્તન કરી દાદાગીરી કરતા આ સરપંચની જિલ્લા પંચાયત અને ઉચ્ચ કક્ષાના અધિકારીઓ દ્વારા તપાસ કરી સસ્પેન્ડ કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.
દાંતા તાલુકાનું વશી ગ્રુપ ગ્રામ સચિવાલય તરીકે ઓળખાતી પંચાયત ૮૭૩૫ લોકોની વસ્તી ધરાવતી
પંચાયત છે. આ ગ્રામ
પંચાયતમાં મોટા ભાગે સરપંચ ભ્રષ્ટાચાર કરતો હોય તેવું સાબિત થવા લાગી રહ્યું છે. જા  કોઈ પત્રકાર કવરેજ કરવા જાય તો તેમનો ભ્રષ્ટાચાર સામે ના આવે તે માટે ફોન કરીને ધાક ધમકી આપતાનો ઓડીયો વાયરલ થતાં   પત્રકારોમાં રોષની લાગણી જોવા મળી હતી. આવી ગુંડાગીરી કરી રહેલા સરપંચના ગામોમાં કેટલા રોડ રસ્તા અને ગટરોના કામની તપાસ ઉચ્ચ કક્ષાના અધિકારીઓ દ્વારા થાય તેવી માંગ ઉઠવા પામી રહી છે.
પોતાની પોલ ખુલી ના જાય તે માટે પત્રકારો સાથે ધાકધમકી ભર્યુ વર્તન કરે છે.   ઉચ્ચ કક્ષાના અધિકારીઓ દ્વારા
તપાસ હાથ ધરવામાં આવે તો દુધનું દુધ અને પાણીનું પાણી સામે આવી તેવું લાગી રહ્યું છે.  


Download Our B K News Today App



Related News