પતિ,પત્ની ઔર વો’: પ્રેમીને મળવા જતી પત્નીને પતિએ પકડી, પ્રેમીના ઘરેથી મળ્યું કંઇક એવું કે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-07-07 12:46:56
  • Views : 706
  • Modified Date : 2019-07-07 12:46:56

પતિ,પત્ની ઔર વોના કિસ્સામાં પોલીસને પ્રેમી પાસેથી ગાંજો મળી આવતાં ચોંકી ઊઠી હતી. પ્રેમીને મળવા માટે જતી પત્નીનો પતિએ પીછો કર્યો ત્યારે મામલો પોલીસ સુધી પહોંચતાં ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે જોગર્સ પાર્કની ગલીમાં સૂર્યવંશ એપાર્ટમેન્ટમાં ટેરેસ પર પેન્ટ હાઉસમાંથી 193 કિ.ગ્રામનો જથ્થો કબ્જે લઈ પ્રેમીની ધરપકડ કરી હતી.પોલીસ તપાસમાં ખુલેલી વિગત મુજબ સરદાર પટેલ કોલોનીમાં રહેતો રોહન (નામ બદલ્યું છે.)ના ધ્યાન પર આવ્યું હતું કે, છેલ્લા કેટલાક સમયથી તેની પત્ની પાયલ (નામ બદલ્યું છે) ખાનગીમાં પ્રેમીને મળવા માટે જાય છે.રોહને શુક્રવારે સાંજે પાયલનો પીછો કરતાં તે સુર્યવંશ એપાર્ટમેન્ટમાં ટેરેસ પર પેન્ટહાઉસમાં ગઈ હતી.રોહને પેન્ટહાઉસમાં પત્નીને સમીર સાથે ઝડપી તેમજ મકાનમાં ગાંજો પડયો હોવાથી પોલીસને જાણ કરી હતી. યુનિર્વિસટી પોલીસે સુર્યવંશ એપાર્ટમેન્ટના પેન્ટાહાઉસમાં રહેતાં સમીર અશોકકુમાર પંચાલ (ઉં,34)ની ધરપકડ કરી કાર્યવાહી કરી છે.પોલીસે સમીર પાસેથી 193 ગ્રામ ગાંજો રૂપિયા 5790ની કિંમતનો કબજે લઈ એનડીપીએસ એક્ટ મૂજબ કાર્યવાહી કરી હતી. આરોપીએ અસલાલીના અંબાલાલ પાસેથી પોતાના ઉપયોગ માટે ગાંજો લાવ્યાની કબુલાત કરતાં પોલીસે તેની શોધખોળ હાથ ધરી છે.

Download Our B K News Today App



Related News