ડીસા તાલુકાના લક્ષ્મીપુરા ગામે રામેશ્વર મહાદેવના મંદિરે પાટોત્સવ યોજાયો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-05-17 11:04:17
  • Views : 260
  • Modified Date : 2022-05-17 11:04:17

 

હિન્દુ ધર્મમાં ભક્તિ શક્તિ અને આસ્થાનું એક અનેરૂ મહત્વ રહેલું છે ખાસ કરીને હિંદુ ધર્મના લોકો દેવી-દેવતાઓમાં એક અનેરી આસ્થા રાખતા હોય છે જેને લઇ દર વર્ષે હિન્દુ ધર્મના લોકો હિન્દુ ધર્મના દેવી-દેવતાઓના ઉત્સવોની ઉજવણી કરતાં હોય છે જે અંતર્ગત આજે ડીસા તાલુકાના લક્ષ્મીપુરા ગામે આવેલ રામેશ્વર મહાદેવના મંદિરે ડીસાના ધારાસભ્ય શશીકાંત પંડ્યા ની અધ્યક્ષતા માં હવન અને પાટોત્સવ ઉજવાયો હતો સૌપ્રથમ લક્ષ્મીપુરા ગામ ના સ્થાનિક લોકો દ્વારા પવન પાટોત્સવમાં ઉપસ્થિત તમામ સાધુ-સંતોનું સ્વાગત કરવામાં આવ્યું હતું જે વાત ડીસાના ધારાસભ્ય શશીકાંત પંડયા નું અને અન્ય રાજકીય આગેવાનોનો પણ સ્વાગત કરવામાં આવ્યું હતું આજે યોજાયેલા આ પાટોત્સવ કાર્યક્રમમાં ડીસા સહિત આજુબાજુના અનેક ગામોમાંથી ભાવિક ભકતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી ધન્યતા અનુભવી હતી

Download Our B K News Today App



Related News