બનાસકાંઠા જીલ્લાના ડીસા શહેરના બ્રહ્મપૂરી વિસ્તારમાં આવેલા એકમાત્ર મહાલક્ષ્મી મંદિર ખાતે પાટોત્સવ પ્રસંગની ઉજવણી કરવામાં આવી હતી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-11-15 12:30:51
  • Views : 262
  • Modified Date : 2021-11-15 12:30:51

હિન્દૂ ધર્મમાં દેવી દેવતાઓની પૂજા અર્ચનાનું એક ખાસ મહત્વ રહેલું છે.જે અંતર્ગત દર વર્ષે અનેક દેવી-દેવતાઓની હિન્દૂ ધર્મના લોકો દ્વારા પૂજા અર્ચના કરવામાં આવે છે.હાલમાં કારતક મહિનો ચાલી રહ્યો છે અને મહિનામાં વિવિધ ધર્મના લોકો પોતાના ભગવાનની ખાસ પૂજા અર્ચના કરતા હોય છે.ત્યારે બનાસકાંઠા જીલ્લાના ડીસા શહેરના બ્રહ્મપૂરી વિસ્તારમાં આવેલા એકમાત્ર મહાલક્ષ્મી મંદિર ખાતે દર વર્ષે કારતક સુદ નોમના દિવસે પાટોત્સવની ઉજવણી કરવામાં આવે છે.. વર્ષે પણ ડીસા શહેરના બ્રહપુરી વિસ્તારમાં આવેલા જિલ્લાના એક માત્ર મહાલક્ષ્મી મંદિર ખાતે યોજાયેલા પાટોત્સવ પ્રસંગે મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા. પ્રસંગે મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું અને માતાજીને અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો.

Download Our B K News Today App



Related News