થરાદ ખાતે સુંઘલ ટ્રસ્ટ ખાતે ચામુંડા માતાજીનો પાટોત્સવની ઉજવણી કરાઈ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-04-08 06:57:07
  • Views : 490
  • Modified Date : 2019-04-08 06:57:07

થરાદ ખાતે જુના ખાનપુર રોડ ઉપર આવેલા વર્ષોથી ઉજવામાં આવતો માતાજીનો પાટોત્સવની ઉજવણી આજે કરવામાં આવી હતી. જેમાં બ્રહ્મસમાજ તેમજ ગામે ગામોથી ભક્તો ઉમટી પડ્યાં હતા. તેમજ માતાજીના મંદિરેથી થરાદ ગામમાં શોભાયાત્રા નિકળી હતી. તેમજ આજુબાજુના સેવકો, ભુવાઓ તેમજ
ગુરૂજનોએ હાજરી આપી હતી. તેમજ આ પ્રસંગ નિમિતે લોકસભાના કોંગ્રેસ ઉમેદવાર પરથીભાઈ ભટોળે માતાજીના ધામે આવી પહોચ્યાં હતા. તેમજ ચામુંડા માતાજીના આર્શીવાદ લઈ ભુવા પ્રવિણબાપુના આશીવર્ચન લઈ પ્રચારના શ્રીગણેશ કર્યા હતા. આ પ્રસંગે થરાદના
ડી.ડી.રાજપુત, આંબાજી સોલંકી, પથુભાઈ રાજપુત, માવજીભાઈ પટેલ, થરાદ દરબાર અજુનસિંહ વાઘેલા, બચુશા બાનવા સહિત આગેવાનોએ આ પ્રસંગમાં હાજરી આપી હતી. પરથી ભટોળે માતાજીના સેવક અને ભુવાજી એવા પ્રવિણભાઈના આર્શીવાદ લઈ પ્રચારના શ્રીગણેશ કર્યા હતા.

Download Our B K News Today App



Related News