જ્વાળામુખી કાંડ ઃ પતિ બાદ ગર્ભવતિ પત્નિનું પણ મોત

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-12-25 11:32:32
  • Views : 288
  • Modified Date : 2020-12-25 11:32:32

કલોલની ગાર્ડન સીટીમાં મંગળવારે એકાએક બ્લાસ્ટ થયો હતો. જેમાં એક યુવકનું મોત થયુ હતુ. બીજા દિવસે ઓએનજીસી દ્વારા કાટમાળ નીચે પસાર થઇ રહેલી લાઇનોને તપાસવાની કામગીરી કરવામા આવી હતી. તે દરમિયાન આજે ગુરૂવારે વધુ એક મોત થયુ હતુ. પહેલા દિવસે મૃત્યુ થયેલા યુવકની ગર્ભવતી પત્નીનું સારવાર દરમિયાન મોત થયુ હતુ. મૃતકની સ્મશાન યાત્રામા સ્થાનિકો હિબકે ચડ્યા હતા.
કલોલ ગાર્ડન સીટી બ્લાસ્ટ કાંડમાં અનેક લોકો ભયના માર્યા ઓથા હેઠળ જીવી રહ્યા છે. બે દિવસ બાદ પણ ખોદકામ કરતા ઓઇલ અને ગેસ નિકળી રહ્યો છે. સોસાયટીમાં રહેતા લોકો ડરના માર્યા જીવી રહ્યા છે. પહેલા દિવસે બ્લાસ્ટમાં ૨૭ વર્ષિય યુવક અમિત દવેનુ મોત થયુ હતુ. બે દિવસ બાદ  મૃતકની ગર્ભવતિ પત્નિ પિનલ દવેનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયુ હતુ. યુવતિની સ્મશાન યાત્રા દરમિયાન સ્થાનિકો પોતાની આંખમાંથી આસુ રોકી શક્યાન હતા. જ્યારે તંત્ર સામે ભારોભાર રોષ જાેવા મળતો હતો.

Download Our B K News Today App



Related News