સ્વપ્નોના પાટનગરને અલવિદા... કર્મભૂમિ કરતાં વતન વ્હાલું કરતાં શ્રમિકો...

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-05-11 11:37:06
  • Views : 534
  • Modified Date : 2020-05-11 11:37:06

ગાંધીનગરને પ્રજા અને પોતાનાં માટે સ્વપ્નોનું નગર બનાવનાર પરપ્રાંતિય શ્રમિકો એક પછી એક છોડી રહ્યા છે.  છેલ્લાં પાંચ દિવસથી ગાંધીનગર એસટી ડેપો ખાતેથી સેંકડો શ્રમિકોને એસટી બસમાં સાબરમતી રેલવે સ્ટેશન લઈ જવામાં આવે છે. ત્રણ દિવસ સુધી ઉત્તર પ્રદેશ બાદ આજે છત્તીસગઢ જવા માટે શ્રમિકો સોશીયલ ડિસ્ટંસ વગર ૧૫ જેટલી ટ્રકોમાં ઉમટી પડયા હતાં. ભારબપોરે વિદાય કરાયેલા આ શ્રમિકો અગાઉ શનિવારની રાત્રે ગોતાથી પોલીસે ભગાડેલા શ્રમિકોને ગાંધીનગરના એસટી ડેપોની બહાર સૂઈ રહી રાત વિતાવવી પડી હતી. જેમાં સપનાની આ કર્મભૂમિને તેઓ એકાદ વર્ષ સુધી યાદ કરે તેવું તેમની માદરે વતન જ જવાની  તડપ પરથી લાગી રહ્યું હતું..!


Download Our B K News Today App



Related News