દાંતીવાડામાં પ્રેમલગ્નનો કરૂણ અંજામ પત્નિના સગાઓ દ્વારા પતિની કરાઈ હત્યા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-05-17 11:09:14
  • Views : 2110
  • Modified Date : 2020-05-17 11:09:14

બનાસકાંઠામાં પ્રેમસંબંધ બાદ વૈવાહિક જીવન જીવતા
 દંપતી પર પત્નિના સગા દ્વારા હુમલો કરતા પતિનું મોત
નીપજ્યું છે. આ બનાવના
પગલે પોલીસ પણ ઘટનાસ્થળે દોડી આવી હતી અને બે ઇજાગ્રસ્ત લોકોને સારવાર માટે ખસેડયા હતા. જયારે મૃતક યુવકની લાશને પી.એમ. માટે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.
લોકડાઉન વચ્ચે પણ લોકો હત્યા અને હુમલો કરતા અચકાતા નથી. દાંતીવાડા તાલુકાના ગોઢ ગામે મહેશ
ઠાકોર નામના યુવકે બે વર્ષ અગાઉ રાણોલ ગામની સુર્યા ઠાકોર નામની યુવતિ સાથે પ્રેમલગ્ન કર્યા હતા. જોકે યુવતિના પરિવારજનો આ પ્રેમલગ્નથી નારાજ હોઈ બદલો લેવાનું નક્કી કર્યું હતું. જોકે પ્રેમલગ્ન બાદ યુવક યુવતિ અમદાવાદ રહેતા હતા, પરંતુ લોકડાઉન થતા બને પોતાના વતન ગોઢ ગામે આવ્યા હતા. જે અંગેની જાણ થતા જ મોકો જોઈ વહેલી સવારે પત્નિના કુટુંબીજનોએ તેના સસરિયાઓ
પર હુમલો કર્યો હતો. ગાડીથી ટક્કર મારી, યુવતિના પતિ, સાસુ સસરા પર તીક્ષ્ણ હથિયારોના આડેધડ ઘા મારી ગંભીર ઇજા
પહોંચાડી ટોળુ ત્યાંથી નાસી ગયું હતું. જેમાં પ્રેમલગ્ન કરનાર વ્યક્તિને ગંભીર ઈજાઓ પહોંચી હતી. જેના કારણે તેનું સારવાર દરમિયાન મોત નિપજ્યું છે. જ્યારે મૃતકના માતા, પિતા ગંભીર રીતે ઘાયલ થતા તેઓને સારવાર અર્થે પાલનપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. પ્રેમ પ્રકરણ પછી લગ્નને
પણ એક વર્ષ થઈ ગયું હોવા છતાં મહિલાના પરિવારજનોનો આક્રોશ યથાવત હતો. જેના
પરિણામે હથિયારો સાથે આયોજનપૂર્વક હત્યા કરવાનો પ્લાન કર્યો હતો. ટોળાએ વહેલી સવારે કરેલા હુમલો કરતા આશાસ્પદ યુવકનું મોત થયું છે. વહેલી સવારે કરેલા હુમલા બાદ સમગ્ર મામલો દાંતીવાડા પોલીસ મથકે પહોંચ્યો હતો. પોલીસે ગંભીર રીતે ઇજાગ્રસ્ત લોકોને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જ્યારે પોલીસે એફ.એસ.એલ.ની મદદ લઈ તપાસ હાથ ધરી હતી. ઘટનાસ્થળે મરચાની ભૂકી પણ પોલીસના હાથે લાગી છે. તેથી સ્પષ્ટ કહી શકાય કે હુમલો કરનાર
પરિવારના તમામ લોકોને મોતને ઘાટ ઉતારવા માટેના બદ ઇરાદે આયોજનપૂર્વકથી હત્યારાઓ આવ્યા હતા. પરંતુ તેઓ તેમાં કારગર સાબિત થઈ શક્યા નહી. અંદાજીત ૨૦ થી વધુ લોકોના ટોળા સામે પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે. જે પૈકી ૩ લોકોની અટકાયત તેમજ ગુનાના કામમાં વપરાયેલા વાહનો કબ્જે કરવામાં આવ્યા છે. પ્રેમ પ્રકરણમાં લગ્નના એક વર્ષ બાદ પણ યુવતિના
પરિવારજનો ગમે તે ભોગે બદલો લેવા ઇચ્છતા હતા. જેનું પરિણામ કરુણ આવ્યું છે
પોતાની દીકરીને વિધવા કરી
પરિવારજનો હવે જેલના સળિયા પાછળ જશે. જેથી એક બાબત સ્પષ્ટ છે કે આજે પણ અંતરિયાળ વિસ્તારમાં પ્રેમલગ્નને સમાજ સ્વીકાર કરતો નથી.

Download Our B K News Today App



Related News