ભાજપ ઉમેદવાર ચંદુ શિહોરા સામેના વિરોધને શાંત પાડવા પાટીલ સુરેન્દ્રનગર પહોંચ્યા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2024-03-28 12:33:09
  • Views : 230
  • Modified Date : 2024-03-28 12:33:09

ભાજપ ઉમેદવાર ચંદુ શિહોરાનો વિરોધ વધી રહ્યો છે, ત્યારે વિરોધ વચ્ચે પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ સુરેન્દ્રનગરની મુલાકાતે પહોંચ્યા છે. સુરેન્દ્રનગર કમલમ ખાતે બુથના કાર્યકરો અને નેતાઓ સાથે સી આર પાટીલે બેઠકનું આયોજન કર્યુ છે.સી આર પાટીલ સુરેન્દ્રનગર પહોંચ્યા છે. ચંદુ શિહોરાના વિરોધને ડામવા પાટીલ પ્રયાસ કરશે. તેઓ સુરેન્દ્રનગર જિલ્લા સંગઠન પાસેથી તમામ માહિતી મેળવશે. સાથે જ આ મત વિસ્તારમાં ચૂંટણી કામગીરીની પણ તેઓ સમીક્ષા કરી શકે છે.સુરેન્દ્રનગર લોકસભા બેઠક માટે ભાજપે ચૂવાળીયા કોળી સમાજના ચંદુ શિહોરાને ટિકિટ આપતા તળપદા કોળી સમાજે વિરોધ કર્યો છે. તળપદા કોળી સમાજે ભાજપ પર અવગણનાનો આરોપ લગાવ્યો છે. ભાજપ નિર્ણય ન બદલે તો અન્ય પક્ષના તળપદા કોળી સમાજના ઉમેદવારને જીતાડવા સમાજના આગેવાનોએ હાકલ કરી છે.

Download Our B K News Today App



Related News