વિધાનસભાની ચૂંટણી પહેલા પાટીદાર સમાજ મેદાનમાં

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-09-19 15:07:18
  • Views : 295
  • Modified Date : 2022-09-19 15:07:18


બનાસકાંઠાના ડીસામાં યોજાયેલ પાટીદાર સમાજના સ્નેહમિલન અને તેજસ્વી તારલાઓના સન્માન સમારોહમાં આવેલ ખોડલધામ ટ્રસ્ટના પ્રમુખ નરેશ પટેલે વિધાનસભા ની ચૂંટણી મામલે જણાવ્યું હતું કે પાટીદારો પોતાનો અધિકાર ચોક્કસ માંગશે તેવું નિવેદન આપ્યું હતું.

 

- ગુજરાતમાં ચૂંટણી પહેલા માહોલ ગરમાયો


    ગુજરાતમાં આગામી સમયમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીને લઇ અત્યારથી માહોલ કરવામાં આવ્યો છે વિધાનસભાની ચૂંટણી પહેલા સરકાર સામે અનેક પ્રશ્નો ઉઠી રહ્યા છે ક્યાંક કર્મચારીઓ પોતાના હક માટે લડાઈ લડી રહ્યા છે તો ક્યાં મહિલાઓ પોતાના વેતન અને કાયમી નોકરી માટે લડત ચલાવી રહ્યા છે. અત્યાર સુધી સરકાર સામે બધા પ્રશ્નો તો ઉભા હતા પરંતુ હવે દરેક સમાજ પણ પોતાના હકને લઈ મેદાનમાં ઊતર્યા છે વિધાનસભાની ચૂંટણીમાં અનેક સમાજ હાલ પોતાના વિવિધ પ્રશ્નોની માંગણીઓને લઈ સરકાર સામે લડત ચલાવી રહ્યા છે જેને લઈ સ્પષ્ટ કહી શકાય કે વિધાનસભાની ચૂંટણી પહેલા દરેક સમાજ પોતાના હક માટે અત્યારે મેદાનમાં ઉતરી ગયા છે ત્યારે આજે ડીસા ખાતે યોજાયેલ ને મિલન કાર્યક્રમમાં પણ પટેલ સમાજના આગેવાન નરેશ પટેલે જણાવ્યું હતું કે વિધાનસભાની ચૂંટણી પહેલા પાટીદાર સમાજ પણ પોતાના હક માટે લડશે.


- વિધાનસભાની ચૂંટણી પહેલા પાટીદાર સમાજ મેદાનમાં


  વિધાનસભાની ચૂંટણી પહેલા હવે દરેક સમાજ પોતાના હક માટે લડાઈ લડી રહ્યા છે અત્યાર સુધી ગુજરાત સરકાર સામે અનેક સમાજના લોકોએ પોતાના હક માટે સરકાર સામે વિરોધ પ્રદર્શન કર્યા છે.ત્યારે ડીસામાં આજે સમસ્ત પાટીદાર સમાજ નો સ્નેહમિલન અને તેજસ્વી તારલાઓનો સન્માન સમારોહનું આયોજન કરાયું હતું. જેમાં ખોડલધામ ટ્રસ્ટના પ્રમુખ નરેશ પટેલ, વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન ના પ્રમુખ આર પી પટેલ સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આગામી ચૂંટણીને અનુલક્ષીને ખોડલધામ ટ્રસ્ટના પ્રમુખ નરેશ પટેલે જણાવ્યું હતું કે વિધાનસભાની ચૂંટણી આવશે ત્યારે બધું નક્કી થશે પરંતુ જે પાટીદારોનો અધિકાર છે તે પાટીદારો પોતાનો અધિકાર ચોક્કસ માનશે.



- લવ જેહાદ મામલે આર પી પટેલે નિવેદન આપ્યું


 ડીસા એપીએમસી માર્કેટયાર્ડ ખાતે યોજાયેલા પાટીદાર સમાજના ને મિલન સમારોહમાં આજે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના પ્રમુખ આર પી પટેલે પણ લવ જેહાદ ની ઘટનાઓ મામલે પોતાની પ્રતિક્રિયા આપી હતી તેમને જણાવ્યું હતું કે લવ જેહાદ જેવી ઘટનાઓ ને અટકાવવા માટે હવે સમાજે એકસંપ થવાની સાથે સાથે સંગઠિત પણ થવું પડશે અને સંગઠિત થઈ અનિષ્ટોને ખુલ્લા પાડવા જોઈએ. સાથે સાથે વાલીઓને પણ સજાગ બની રોજ પરિવાર ના સભ્યો સાથે ઘર સભા કરવી જોઈએ. પોતાના બાળકો સાથે મૈત્રી પૂર્ણ વ્યવહાર કરવો જોઈએ જેથી આવી ઘટનાઓને બનતી અટકાવી શકાય.


Download Our B K News Today App



Related News