સુરતમાં લગ્નના બીજા દિવસે ખબર પડી કે પતિ શારીરિક રીતે અસમર્થ છે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-06-20 11:02:19
  • Views : 687
  • Modified Date : 2019-06-20 11:02:19

  • પરિણીતાએ પતિ અને સાસરિયાં સામે મહિલા પોલીસમાં ફરિયાદ નોંધાવી
  • નાની બાબતોમાં કરતા હતા ઝગડો
  • કાર લાવવા માટે પિયરમાંથી પૈસા લાવવા માટે કરતા હતા દબાણ
  • લગ્નના બીજા દિવસે એટલે પતિ શારીરિક રીતે સંબંધ બાંધવામાં અસમર્થ હોવાની પત્નીને ખબર પડી હતી. જેથી પત્નીએ કોઈ સારા ડોકટરને બતાવી ઈલાજ કરાવીએ એમ કહેતા જ પતિ ઉશ્કેરાયો અને કહ્યું કે હું કોઈ ડોકટર પાસે ટેસ્ટ કરાવવાનો નથી, તારે મારી સાથે રહેવું હોય તો રહે નહિ તો તારા ઘરે જતી રહે. બંને વચ્ચે ઝધડો શરૂ થયો હતો.મહિલા પોલીસમાં એક વિચિત્ર પ્રકારની ફરિયાદ નોંધાઈ છે, જેમાં પરિણીતાએ પતિ સામે એવો આરોપ લગાવ્યો કે મારો પતિ શારીરિક રીતે સંબંધ બાંધવામાં અસમર્થ છે, જેના કારણે ઈલાજ કરાવવાનું પત્નીએ પતિને કહેતા બન્ને વચ્ચે ઝધડો શરૂ થયો હતો. અમદાવાદ ખાતે રહેતી પરિણીતાએ કંટાળીને પિયરમાં રહેવા ચાલી આવી હતી. પોલીસ ફરિયાદમાં જણાવ્યું કે સુરત ખાતે રહેતી મહિલાના એપ્રિલ-2018માં અમદાવાદના નારણપુરામાં લગ્ન થયા હતા.આ ઘટના બાદ પતિ અને સાસરીયાઓ પરિણીતાને માનસિક ત્રાસ આપવાનું શરૂ કર્યુ હતું. પરિણીતાને કાર લેવા માટે પિયરમાંથી પૈસા લાવવા દબાણ કરતા હતા. સાસરીયાઓના ત્રાસથી કંટાળીને પરિણીતા છેલ્લા છ મહિનાથી પિયરમાં ચાલી આવી હતી. પરિણીતાની ફરિયાદના આધારે પોલીસે પતિ, સાસુ-સસરા અને દિયર સામે ગુનો નોંધ્યો છે. વધુમાં પરિણીતાને જણાવ્યું કે પતિ ફિઝિકલી અનફિટ હોઈ છતાં આ હકીકત પતિ અને સાસરીયાઓએ છુપાવી લગ્ન કર્યા હતા. એટલું જ નહિ પતિ રાત્રે બેડરૂમમાં માતાને સાથે સુવા માટે લઈ આવતા હતા. ઉપરથી પતિ અને સાસુ બન્ને જણા નાની નાની બાબતોમાં ઝઘડો કરતા હતા

Download Our B K News Today App



Related News