ડીસામાં પતિએ પÂત્નની કરી હત્યા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-08-22 11:32:18
  • Views : 1289
  • Modified Date : 2019-08-22 11:32:18

ડીસા તાલુકાના ભોયણ ગામન સીમમાંથી એક મહિલાની કોહરાઈ ગયેલી લાશ મળતા ચકચાર મચી જવા પામી હતી. આ મહિલાની હત્યા તેના પતિએ જ કરી હોવાનું જાણવા મળ્યું હતું.
ડીસામાં પતિએ પÂત્નની હત્યા કરી લાશ ફેંકી દીધી હોવાની ઘટના સામે આવતા જ પોલીસ હરકતમાં આવી હતી. જેમાં ધાનપુરા ગામની આરતી ધાનપુરિયાના લગ્ન અગાઉ વિરોણા ગામના ભરત વીરોણીયા સાથે થયા હતા. જોકે લગ્ન બાદ બંને વચ્ચે છેલ્લાં ઘણાં સમયથી ઘર્ષણ ચાલી રહ્યું હતું તે દરમિયાન ૧૦ દિવસ અગાઉ અચાનક આરતી ઘરેથી ગાયબ થઈ ગઈ હતી. તે મામલે તેના પિયારીયાઓએ ડીસા તાલુકા પોલીસ મથકે જાણવા જોગ અરજી કરી હતી. જોકે અઠવાડિયા સુધી આરતીનો કોઈ અત્તોપત્તો ન મળતા પોલીસને શંકા જતા તેના પતિની અટકાયત કરી પૂછપરછ કરતા તેને તેની પÂત્નની હત્યા કરી હોવાનું કબુલ્યુ હતું. તેના
પતિએ આરતીને ગળે ટુંપો
આપી દઈ હત્યા કરી લાશને ભોંયણ ગામની સીમમાં અવાવરુ જગ્યાએ ફેંકી દીધી હતી. જોકે નવ દિવસ સુધી આ લાશને  જાનવરોએ ફાડી નાંખતા માત્ર કંકાલ જ મળી આવ્યું હતું. જેથી  ડીસા તાલુકા પોલીસે લાશને પી.એમ. અર્થે ડીસા સિવિલ હોસ્પિટલમાં ખસેડી હતી.જ્યારે તેના પતિ સામે હત્યાનો ગુન્હો નોંધી હત્યા કેમ કરવામાં આવી, તેમજ સંયોગિક પુરાવાઓ મેળવવા માટે વધુ તપાસ હાથ ધરી છે.
આ અંગે મૃતક મહિલાના પરિવારે જણાવ્યું હતું કે અમારી દીકરીની હત્યા કરવામાં આવી છે તે ખરેખર દુઃખની વાત છે અને આ રીતે તેના પતિ દ્વારા હત્યા કરવામાં આવતા અમારા પરિવાર પર હાલ ખુબ જ દુઃખ આવી પડયું છે. ત્યારે અમારી માંગ છે કે અમારી દીકરીની હત્યા કરનારને ફાંસીની સજા થવી જોઈએ.

Download Our B K News Today App



Related News