દુશ્મનો માટે ખતરો : આજે પઠાનકોટ એરબેઝ પર 8 અપાચે હેલિકોપ્ટર તહેનાત થશે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-09-03 10:40:44
  • Views : 572
  • Modified Date : 2019-09-03 10:40:44

પઠાનકોટ(શિવબરન તિવારી) અમેરિકા પાસેથી મળેલા આધુનિક ટેકનીક અને પ્રહાર કરનારા અપાચે હેલિકોપ્ટર મંગળવારે પઠાકોટ એરબેઝ પર તહેનાત કરવામાં આવશે.અમેરિકા પાસેથી 22 અપાચે હેલિકોપ્ટરની ડીલ થઈ છે, જેમાં 11 હેલિકોપ્ટરને પાકિસ્તાની સરહદ સાથે પઠાનકોટ અને 11 ચીન સરહદ સાથે આસામના જોરહાટમાં તહેનાત કરવામાં આવશે. મંગળવારે 8 અપાચેની પહેલી ફ્લીટ તહેનાત થશે. જેનાથી પાકિસ્તાન અને ચીનની હરકતો પર નજર રાખવામાં સરળતા રહેશે.

વાયુસેનાના એક અધિકારીએ ન્યઝ એજન્સીને જણાવ્યું કે, પઠાનકોટ એરબેઝ પર ઈન્ડક્શન સેરેમનીમાં એર ચીફ માર્શલ બીએસ ધનોઆ હાજર રહેશે. અપાચેની તહેનાતીથી ભારતીય વાયુસેનાની શક્તિમાં વધારો થશે. એરફોર્સમાં અપાચેની તહેનાતી એવા સમયે કરવામાં આવી રહી છે જ્યારે ધનોઆએ એવું નિવેજન આપ્યું કે, અમે 40 વર્ષ જુના ફાઈટર હેલિકોપ્ટર ઉડાવી રહ્યાં છીએ. વાયુસેના પ્રમુખ પોતે પણ રવિવારથી અહીં છે.

આતંકીઓના નિશાના પર રહ્યું છે પઠાનકોટ અને પંજાબ

પઠાનકોટ એરબેઝ પર હાલ રશિયા નિર્મિત એમઆઈ-25 અને એમઆઈ-35 હેલિકોપ્ટરની એક યુનિટ તહેનાત છે. સેનાના પ્રવક્તા કર્નલ દેવેન્દ્ર આનંદના કહ્યાં પ્રમાણે આનાથી એરફોર્સની ઓપરેશનલ કેપેબિલિટી વધી જશે અને પાકિસ્તાન બોર્ડર સાથે જમ્મુ કાશ્મીર સુધી એલઓસી પર આઈબીને કવર કરી શકાશે. જો કે, પઠાનકોટ અને પંજાબનો આ વિસ્તાર પાકિસ્તાની આતંકીઓના નિશાન પર જ હોય છે. આતંકીઓએ 2016માં એરબેઝ પર પહેલો હુમલો કરી ફાઈટર વિમાન સુરક્ષિત રાખવાવાળા ટેકનીકલ એરિયા તરફ વધવાનો પ્રયાસ કર્યો હતો.

અપાચે અંધારામાં પણ દુશ્મનોને શોધી લેશે

એએચ-64ઈ અપાચે દુનિયાના સૌથી એડવાન્સ મલ્ટી કામ્બૈટ હેલિકોપ્ટર છે. જેમાં સેન્સર લાગેલા છે, જેની મદદથી હેલિકોપ્ટર રાતે અંધારામાં દુશ્મનોને શોધીને મારી શકે છે. અપાચેમાં હાઈક્વોલિટી નાઈટ વિઝન સિસ્ટમ છે. જેનાથી અંધારામાં પણ ટાર્ગેટને શોધી શકાશે. જે મિસાઈલથી પણ સજ્જ છે અને એક મિનીટમાં 128 લક્ષ્યો પર નિશાન સાધી શકશે. સાથે જ તેમાં મોટી સંખ્યામાં હથિયાર લઈ જવાની ક્ષમતા છે. 293 કિમી પ્રતિ કલાક ઉડ શકે છે તથા AGM-114 હેલિફાયર મિસાઈલથી સજ્જ છે.

Download Our B K News Today App



Related News