રાષ્ટ્રના નિર્માણ માટે હંમેશા કાર્યરત એવા રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ દ્વારા વિજયા દશમી પ્રસંગે પથ સંચલનનું આયોજન કરવામાં આવ્યું હતું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-10-19 12:41:53
  • Views : 222
  • Modified Date : 2021-10-19 12:41:53

શિસ્ત, સેવા અને દેશદાજનું બીજું નામ એટ્લે રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘરાષ્ટ્રના નિર્માણ માટે હંમેશા કાર્યરત રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ દ્વારા દર વર્ષે વિજયા દશમી પ્રસંગે પથ સંચલનનું આયોજન કરવામાં આવે છે.. જેમાં સંઘના કાર્યકરો જોડાઈને લયબધ્ધ તાલ જાળવીને પથ સંચલન કરે છે. વર્ષે પણ પથ સંચલનનું આયોજન કરવામાં આવ્યું હતું.. ડીસાની એસ.સી.ડબલ્યુ.હાઈસ્કૂલથી પ્રસ્થાન થયા બાદ પથ સંચલન અંબિકા ચોક, લાયન્સ હૉલ રોડ, સાઈબાબા સર્કલ, ફુવારા સર્કલ, લેખરાજ ચાર રસ્તા, ચોરૈયા બજાર, સદર બજાર, રિસાલા બજાર, હીરા બજાર થઈ પરત એસ.સી.ડબલ્યુ. હાઈસ્કૂલ પહોંચ્યું હતું.. ડીસા શહેરના મુખ્ય માર્ગ પર શિસ્ત બધ્ધ રીતે નીકળેલા પથ સંચલનનું અલગ અલગ સ્થળો પર ફૂલોથી સ્વાગત કરવામાં આવ્યું હતું.. પથ સંચાલનમાં સંઘના સ્વયં સેવકો મોટી સંખ્યામાં જોડાયા હતા.. અને શિસ્તબધ્ધ સંચલન કરતાં નજરે પડ્યા હતા. એસ.સી.ડબલ્યુ. ખાતે પથ સંચલનની પૂર્ણાહુતિ યોજવામાં આવી હતી.. પ્રસંગે ડીસાના ધારાસભ્ય શશિકાંતભાઈ પંડ્યા, ડીસા નગરપાલિકા પ્રમુખ રાજુભાઇ ઠક્કર, ડીસા શહેર ભાજપ પ્રમુખ પ્રતિકભાઈ પઢિયાર, ગુજરાત વેર હાઉસિંગ કોર્પોરેશનના પૂર્વ ચેરમેન મગનલાલ માળી, બનાસકાંઠા જિલ્લા ભાજપના પૂર્વ મહામંત્રી અમૃતલાલ દવે, સહિત સંઘના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. પ્રસંગે સંઘના સ્વયં સેવકોએ પથ સંચલનની પૂર્ણાહુતિ પ્રસંગે વિવિધ શારીરિક કરતબો પણ રજૂ કર્યા હતા.

Download Our B K News Today App



Related News